કુબલિયાપરામાં ભંગારના ધંધાર્થીઓ વચ્ચે સામસામી મારામારી, બે ઘાયલ

રાજકોટના થોરાળા મેઈન રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા અનિલ દિલીપભાઈ મકવાણા પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં આવેલા વિજય, કમલેશ…

રાજકોટના થોરાળા મેઈન રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા અનિલ દિલીપભાઈ મકવાણા પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં આવેલા વિજય, કમલેશ અને તેમની સાથેના અજાણ્યા શખ્સોએ ’અહીં કેમ બેઠા છો?’ તેમ કહી બોલાચાલી કરી હતી અને અચાનક છરી વડે હુમલો કરી માર મારતા અનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ, સામાપક્ષે કુબલીયાપરામાં ચંદ્રિકા પાન પાસે રહેતા અને ભંગારની ફેરી કરતા વિજય રાજેશભાઈ પરમારે વળતો આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે વિજય પોતાના ઘર પાસે હતો ત્યારે અનિલ, સંજય અને અજાણ્યા શખ્સો દારૂૂ પીવા બેઠા હતા. વિજય તેમને ત્યાં દારૂૂ પીવાની ના પાડી સમજાવવા જતા મામલો બિચક્યો હતો અને આ શખ્સોએ છરી વડે હુમલો કરી વિજયને પણ લોહીલુહાણ કરી નાખ્યો હતો. આમ, મામૂલી વાતમાં બંને જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. આ ઘટનામાં થોરાડા પોલીસમાં સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *