ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા કરાયેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદ

  શહેરની ઓઇલ એન્જિન અને સ્પેરપાર્ટસનું ઉત્પાદન અને વેચાણ કરતી જય એન્જિનિયર્સ પેઢીમાં રમેશભાઈ લક્ષ્મીદાસ, ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ, કલ્પનાબેન સુરેશકુમાર, સાવીત્રીબેન મુળચંદભાઈ, ઈન્દુબેન ચંદ્રકાન્તભાઈ , મુલચંદ…

 

શહેરની ઓઇલ એન્જિન અને સ્પેરપાર્ટસનું ઉત્પાદન અને વેચાણ કરતી જય એન્જિનિયર્સ પેઢીમાં રમેશભાઈ લક્ષ્મીદાસ, ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ, કલ્પનાબેન સુરેશકુમાર, સાવીત્રીબેન મુળચંદભાઈ, ઈન્દુબેન ચંદ્રકાન્તભાઈ , મુલચંદ મોહનલાલ કોટક અને સાવીઝીબેન મુલચંદભાઈ કોટક વિગેરે ભાગીદારો દ્વારા પેઢીના વિકાસ માટે ગોપાલનગર શેરી નં. 2માં મિલ્કત ખરીદ કરિ હતી, બાદ જય એન્જિનિયર્સ પેઢીમાંથી અમુક ભાગીદારો છૂટા થયેલા તેમજ નવા ભાગીદાર તરીકે રાજેશ મુલચંદભાઈ કોટક અને ભાવેશ મુલચંદભાઈ કોટક ભાગીદારી પેઢીમાં જોડાયા હતા, તેઓનો પેઢીમાં નફા પુરતો હિસ્સો રાખવામાં આવેલો હતો.

દરમિયાન ભાગીદારો વચ્ચે તકરાર ઉપસ્થીત થતાં ભાવેશ મુલચંદભાઈ કોટક દ્વારા ભાગીદારી પેઢીનો હિસાબ ચોખવટ કરી આપવા તથા કાયમી મનાઈહુકમ મેળવવા અંગે કરેલો દાવો કોર્ટે મંજૂર કર્યો હતો, પરંતુ દાવો દાખલ કરેલો તે પહેલા પેઢીના ભાગીદાર નરેન્દ્ર ચંદ્રકાન્ત કોટક તથા ઈન્દિરાબેન ચંદ્રકાન્ત કોટક દ્વારા જય એન્જી. ભાગીદારી પેઢીની મિલ્કતનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ શ્રેયસ ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીને કરી આપેલો, ત્યાર બાદ શ્રેયસ ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢી દ્વારા સદરહુ મિલ્કત મેગા ઓફસેટ ભાગીદારી પેઢીને વેચાણે આપતા કબજો, ભોગવટો ચાલુ કરેલ ત્યારથી મિલ્કત મેગા ઓફસેટના ભાગીદારો જયાબેન કુંદનાની વિગેરે પાસે હતી. ત્યારબાદ ભાગીદાર રાજેશભાઈ કોટક તથા ભાવેશભાઈ કોટક દ્વારા પોતાનો હીસ્સો મળેલ ન હોવાથી જય એન્જિનિયર્સના ભાગીદાર નરેન્દ્રભાઈ કોટક, ઈન્દીરાબેન કોટક , શ્રેયસ ઈન્ડસ્ટ્રીઝ અને મેગા ઓફસેટ ભાગીદારી પેઢી સામે વેચાણ દસ્તાવેજ રદ કરવા કાયમી મનાઈહુકમ મેળવવા દાવો દાખલ કર્યો હતો.

જેમાં વાદીઓ સગીર હોવાનો લાભ લઈ ભાગીદારી પેઢીની મિલ્કતો જાણ કર્યા વગર કે સમંતી વગર વેચાણ કરી નાખેલ હોય તેમ જણાવી વેચાણ દસ્તાવેજો રદ કરવા સિવિલ કોર્ટમાં દાવામાં જણાવાયું હતું. જે ચાલી જતા વાદીની જય એન્જિનિયર્સ ભાગીદારી પેઢીનું 1987ની સાલથી ડિઝોલ્યુશન થઈ ગયેલ હોય જેથી વાદીનો દાવો રદ કર્યો હતો. આ કેસમાં પ્રતિવાદી વતી અભય ભારદ્વાજ એસોસીએટ્સના ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, સુમીત વોરા, અમૃતાબેન ભારદ્વાજ, વિજય લકકડ, ચેતન પુરોહીત, જીજ્ઞેશ વીરાણી, શ્રેયસ શુકલ, ધારા મુળશા, ઉર્વશી કાકડીયા, કૃપાલી રામાણી રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *