9 વર્ષથી ટેન્ડર વિના ચલતા મેડિકલ સ્ટોર બાબતે આરોગ્ય વિભાગને થયેલી ફરિયાદ બાદ રાજકોટ આવેલ આરોગ્ય મંત્રીએ કરેલ હુકમ
સૌરાષ્ટ્ર-કચ્છના લોકો જ્યાં સારવાર માટે આવે છે તે રાજકોટની પીડીયું સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ આરોગ્ય મંત્રી મંત્રી ઋષિકેશ પટેલે સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરી તને બદલે જ્યાં જન ઔષધી કેન્દ્ર શરુ કરવા કરેલા હુકમ બાદ હવે છેલ્લા નવ વર્ષથી કોઇપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર ચાલતા સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વાર કવાયત શરુ કરવામાં આવી છે. સુવિધા મેડિકલ સ્ટોરને હાલ તબીબી અધિક્ષક દ્વારા નોટીસ આપી 1 મહિનામાં ખાલી કરવા હુકમ કયો છે.
સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરવાના મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા 9 વર્ષ થી ટેન્ડર પ્રક્રિયા વગર જ ચાલતા સુવિધા મેડિકલ સ્ટોર બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર માટે છેલ્લે 2012ની સાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડરની મુદત 3 વર્ષની હતી. આ ટેન્ડર પ્રક્રિયા બાદ છગન કથીરિયાને 3 વર્ષ સુધી સુવિધા મેડિકલ સ્ટોરને ચલાવવા માટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા ન થતા છેલ્લા 9 વર્ષથી સુવિધા મેડિકલ સ્ટોર ટેન્ડર વિના જ ચાલુ હતું.
બીજી તરફ સુવિધા મેડિકલ સ્ટોર બંધ કરાવવા સત્તાધીશોએ કોઇ કાર્યવાહી ન કરતા અંતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદો પહોંચી હતી. ત્યારે પાંચ દિવસ પહેલાં રાજકોટ આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરી દેવા આદેશ કર્યો હતો.આરોગ્ય મંત્રીના આદેશ બાદ હવે સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલકોને સત્તાવાર રીતે સ્ટોલ ખાલી કરવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ નોટીસ આપી છે. સુવિધા મેડિકલ સ્ટોર લઈને થયલે ઊહાપોહ બાદ હવે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તે જોવાનું રહ્યું તેમજ સુવિધા મેડિકલ સ્ટોરને બધ કરવામાં આવ્યા બાદ સંભવત હવે ત્યાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરુ કરવામાં આવશે.