બીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યા

રાજકોટ શહેરમાં સીટી બસ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ તોપખાના પાસે રહેતા ઉર્મિબેન ગોરધનભાઈ રાઠોડ નામના મહિલા બિગ…

રાજકોટ શહેરમાં સીટી બસ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ તોપખાના પાસે રહેતા ઉર્મિબેન ગોરધનભાઈ રાઠોડ નામના મહિલા બિગ બજાર સર્કલ પાસેથી રસ્તો ઓળંગી જતા હતા ત્યારે સીટી બસના ચાલકે ઠોકરે લેતા માથામાં ઇજા થઈ હતી. આ ઘટનામાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોએ બસને અમુક મિનિટો માટે રોકી રાખી હતી તેમજ ડ્રાઇવર સામે કાર્યવાહી કરવા પોલીસ ત્યાં પહોંચી હતી.

મહિલાના જણાવ્યા મુજબ,તેણી અહીં બીગબજાર પાસે કપડાંના શોરૂૂમમાં કામ કરે છે તેઓ ત્યાં જતા હતા અને તેમના પતિ સફાઈ કામદાર હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે માલવીયા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે અને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *