રેલનગરમાં સિટીબસના ચાલકે મહિલાને ઉલાળી

શહેરમાં સીટીસબના ચાલકો બેફામ રીતે બસ ચલાવી અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે…

શહેરમાં સીટીસબના ચાલકો બેફામ રીતે બસ ચલાવી અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે ફાયર બ્રિગેડની સામે સીટીબસના ચાલકે મહિલાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. કોઠારીયા સંતોષીનગર રટ નં.13ની સીટીબસના ચાલકે બપોરના સમયે રેલનગર પાણીના ટાંકા પાસે મહિલાને ઉલાળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. અને તાત્કાલીક 108 મારફત ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રેલનગર મેઈન રોડ પર સીટી બસના ચાલકને ચાલુ બસે હાર્ટએટેક આવતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વાહનોને અડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *