કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને ”અભણ અને મુર્ખ” કહેવાથી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિનું અપમાન કરી ફરીવાર કોંગ્રેસ નેતાઓએ પોતાના દેશની જનતા પ્રત્યે અવિવેકી ભાષાનો ઉપયોગ કરતાં ગુજરાતની જનતાનો જન આક્રોશ ઉભરી આવ્યો છે. કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવેલ વાણીવિલાસના વિરોધમાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના કિશાનપરા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક અભદ્ર ભાષા વિરૂૂધ્ધ રાજકોટના કિશાન પરા ચોક ખાતે બેનર અને પ્લેકાર્ડ સહિત પ્રદર્શન કરી મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
કિશાન પરા ચોક ખાતે કરવામાં આવેલ કોંગ્રેસી નેતાઓના વિરોધમાં મૌન ધરણા કાર્યક્રમમાં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, રક્ષાબેન બોળીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ દંડક નેતા મનીષ રાડીયા, સહિત રાજકોટ શહેર હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, પૂર્વ મોરચાના હોદ્દેદારો, વોર્ડના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
