સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું

  સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF સેલના જવાનના આત્મહત્યાની ઘટના સમાઈ આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના CISFના જવાને પોતાની બંદૂકથી પેટના…

 

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF સેલના જવાનના આત્મહત્યાની ઘટના સમાઈ આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના CISFના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે. વાને એરપોર્ટના બાથરૂમમાં જઇ બંદૂક વડે આપઘાત કર્યો હતો. જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ફરજ પર હાજર ડૉક્ટરે જવાનને મૃત ઘોષિત કર્યો હતો

જવાને એરપોર્ટના બાથરૂમમાં જઇ બંદૂક વડે પોતાના પેટમાં ગોળી મારી હતી. ગોળીની અવાજે બાકીના CISF જવાનો બાથરૂમ તરફ દોડ્યા હતા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલ્યો નહોતો, જેના કારણે CISFના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં અંદર ઘૂસ્યા હતા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જાતા સમયે તેઓનું મોત થયું. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાથી એક સમયે દોડધામ મચી હતી. મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2022થી ફરજ નિભાવી રહ્યો હતો.

એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાથી એક સમયે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છે. આપઘાતનું કારણ અકબંધ છે.. ડુમસ પોલીસે આ મામલે ઘટનાની તપાસ શરૂ કરી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *