ચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ

ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો મેડલની તીવ્ર ભૂખ,…

ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો

મેડલની તીવ્ર ભૂખ, ટ્રેનિંગમાં ડિસિપ્લિન, ઇવેન્ટ માટેની ગંભીરતા અને ફોકસ માઈન્ડ હંમેશા કાજલ વાજાને લઈ જાય છે જીત તરફ

2022ની સાલમાં ભોપાલ ખાતે નેશનલ સ્કૂલ ગેમ્સ યોજાઇ હતી જેમાં અંડર 19માંએ ખેલાડીએ 100 મીટરની ત્રણ રેસ, 200 મીટરની ત્રણ રેસ અને 4ડ100 ગુજરાતની રીલે રેસમાં ભાગ લીધો હતો. ત્રણ દિવસમાં દસેક રેસમાં પાર્ટિસીપેટ કર્યું. આ એ ખેલાડી હતી કે જેના પર મેડલ લાવવાનો બધો દારોમદાર હતો.ખેલાડીએ 100 મીટરમાં બ્રોન્ઝ,200 મીટરમાં ફોર્થ પોઝીશન અને ગુજરાતની રિલે 4ડ100 માં બ્રોન્ઝ મેડલ અપાવી પોતાના પર મૂકેલ વિશ્વાસને ખરો સાબિત કર્યો હતો.

દસ રેસ દોડવી, સ્પ્રિન્ટ કરવી સહેલી નથી આમ છતાં પોતાની કેપેસિટીથી પણ વધુ પર્ફોર્મ કરીને તેણે મેડલ લાવ્યા. આ વાત છે તાજેતરમાં હોંગકોંગ ખાતે યોજાયેલ 4ડ100 મીટર રીલેમાં અંડર ટ્વેન્ટી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર કાજલ વાજાની.સિલ્વર મેડલ સાથે આ સ્પર્ધામાં ભારતને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં પણ તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.ચોરવાડની ભૂમિના રતન સમ સોરઠની આ દીકરીએ હોંગકોંગની ધરતી પર જીતનો પરચમ લહેરાવ્યો છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા છે ત્યારે ઉડાન કોલમ માટે કાજલ વાજા અને કોચ શિવમ ઉપાધ્યાય સાથેની ખાસ વાતચીત પરથી તેમની આ સફર પ્રસ્તુત છે.

પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્ય ખેડૂત છે.સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરામાં દિકરી કાજલને નાનપણથી જ રમતગમત પ્રત્યે વિશેષ લગાવ હતો.આ યાત્રાની શરૂૂઆત ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્કૂલ પ્રોગ્રામથી થઈ હતી. 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં જોડાઈ, જ્યાં તેની પ્રતિભાને યોગ્ય રીતે ઘડવામાં આવી. તેની અપાર ક્ષમતાને ઓળખીને 2023માં તેની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર માટે કરવામાં આવી હતી જ્યાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શનના પરિણામ સ્વરૂૂપ મેડલ,એવોર્ડ અને અનેક સન્માન મળ્યા.માર્ચ મહિનામાં ધોરણ 12ની પરીક્ષાની તૈયારી હોય અને એ જ સમયે હોંગકોંગ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસની તૈયારી કરવાની હતી.શું કરવું? બંને મહત્વની પરીક્ષાઓ જ હતી પરંતુ કોચને કાજલ પર ભરોસો હતો તેથી અભ્યાસના બદલે દેશ માટે રમવાનું સૂચવ્યું.માતા,પિતા,શાળાએ પણ આ કઠિન નિર્ણયમાં સહકાર આપ્યો અને કાજલે પણ મેડલ જીતી આ નિર્ણયને ખરો કરી બતાવ્યો.

કાજલ વાજાના કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં 7 જેટલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકયા છે.તેમના મત મુજબ કાજલ બહુ સ્ટ્રોંગ છે.મેડલની તીવ્ર ભૂખ તેને સફળતા અપાવે છે. સ્પર્ધકોથી તેને કોઈ જ ડર નથી લાગતો તેમ જ ટ્રેનિંગમાં ડિસિપ્લિન,ઇવેન્ટ માટેની ગંભીરતા અને ફોકસ માઈન્ડ હંમેશા તેને જીત તરફ લઈ જાય છે. ’સ્પ્રિન્ટમાં ગુજરાતનું કોઈ ફ્યુચર નથી’ એ માન્યતા કાજલ સહિત અન્ય મહિલા સ્પર્ધકોએ તોડી નાખી છે. દ્રઢ નિશ્ચય, અવિરત પરિશ્રમ, ડિસિપ્લિન અને આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર કાજલને અને તેના માતા-પિતાને કોચ પર સંપૂર્ણ ભરોસો છે.કોચ શિવમ ઉપાધ્યાય જણાવે છે કે ફિમેલ એથ્લેટનો મેલ કોચ પર વિશ્વાસ હોય એ આજના સમયમાં ખૂબ મોટી વાત છે. રમતમાં આ બાબત અનેક વિવાદો થયા છે કોચ સાથેનું બોન્ડિંગ, એકબીજા પર વિશ્વાસ અને ટ્યુનિંગ રમતમાં સફળતા અપાવે છે. ઘણી વખત નકારાત્મક વાતો પણ થતી હોય છે જેની અસર રમત પર ખરાબ પડે છે. કાજલ પણ દરેક પગલે માર્ગદર્શન મેળવે છે. કોરોના સમયે ઓન લાઈન ટ્રેઇનિંગ લઈને પણ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

કાજલબેનની સફળતા જોઈને માતા, પિતા,પરિવાર અને ગામના લોકો દરેક ગર્વ અનુભવે છે.અત્યાર સુધીમાં અનેક સંઘર્ષો અને આર્થિક પડકારોનો સામનો કરનાર કાજલબેન વાજાના કોઈ મોટા સ્વપ્નો નથી.ગો વિથ ધ ફ્લોમાં માનનારા તેઓએ જણાવ્યું કે કોઈ મોટા સ્વપ્નાઓ જોવાના બદલે વર્તમાન પરિસ્થિતિ પર ફોક્સ કરું છું. સામેના સ્પર્ધકને કઈ રીતે હરાવવો એ જ વિચાર કેન્દ્રમાં હોય છે.કાજલ બેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ રીતે બનાવ્યો હોંગકોંગમાં રેકોર્ડ
તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેક્ધડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.08 સેક્ધડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી.

સફળતાએ અપાવ્યું યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન
કાજલ વાજાએ 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4ડ100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. 60 મીટર સ્પર્ધામાં અંડર-20 વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 60 મીટર દોડમાં 7.50 સેક્ધડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીતીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *