રામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલ

રામ ચરણ અને જાહન્વી કપૂર ફિલ્મ ’પેડ્ડી’નાં રિલીઝને માત્ર 2 દિવસ બાકી છે. આ માટે પ્રી-રિલીઝ હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મનાં પૂરાં કાસ્ટ શામેલ…

રામ ચરણ અને જાહન્વી કપૂર ફિલ્મ ’પેડ્ડી’નાં રિલીઝને માત્ર 2 દિવસ બાકી છે. આ માટે પ્રી-રિલીઝ હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મનાં પૂરાં કાસ્ટ શામેલ થયા હતા. આ ઇવેન્ટમાં જાહન્વી કપૂર પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન એવી ઘટના બની કે જેણે બધાને હેરાન કરી દીધા હતા. જો કે આ ઇવેન્ટમાં જાહન્વી કપૂરની હાલત ખરાબ થઈ ગઈ હતી.

જાહન્વી કપૂર ઇવેન્ટની વચ્ચે એક સોફા પર બેઠી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે દોડતો આવે છે. જો કે આ વ્યક્તિ એકદમ રામચરણ જેવો લાગી રહ્યો હતો. રામ ચરણનો ડુપ્લીકેટ સિક્યોરિટી તોડતા જ જાહન્વી તરફ દોડે છે અને પછી ધક્કો મારે છે. સામેથી આવતી આ વ્યક્તિને જોઈને એક્ટ્રેસ પૂરી રીતે ડરી જાય છે.
જો કે આ સમયે ધક્કો એટલો જોરથી વાગે છે કે સોફા પણ પાછળ તરફ ધકેલાય છે. આ સમયે પાસે ઉભેલા લોકો એક્ટ્રેસને બચાવે છે અને બોડીગાર્ડ્સ પણ રેસ્ક્યૂમાં આગળ આવે છે. ત્યારબાદ બોડીગાર્ડ વ્યક્તિને ઉપાડીને બહારનાં રસ્તા તરફ ધકેલી દે છે.

રામ ચરણનાં બોડીગાર્ડ એક્ટ્રેસને બચાવવામાં સૌથી આગળ જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો જાહન્વી કપૂર એકદમ ગભરાઈ ગઈ છે. આ વીડિયો જોઈને ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું છે કે જાહન્વી કપૂર કેટલી ડરી ગઈ છે. આ સાથે અનેક લોકોએ જાહન્વી વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે. આમ, ફેન્સે ફૂલ ટૂ જાહન્વીને સપોર્ટ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *