જામનગરમાં કોલેરાનો વિસ્ફોટ: 27 કેસ નોંધાતા દોડધામ

  ધરારનગરમાં સૌથી વધુ કેસ, આરોગ્ય વિભાગ દોડયું, પીવાના પાણીના નમૂના લેવાયા જામનગર માં અચાનક કોલેરા નો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 27…

 

ધરારનગરમાં સૌથી વધુ કેસ, આરોગ્ય વિભાગ દોડયું, પીવાના પાણીના નમૂના લેવાયા

જામનગર માં અચાનક કોલેરા નો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 27 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગ ની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણી ના નમૂના લેવા સહિત ની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગર ની સરકારી જીજી હોસ્પિટલ.માં 27 દર્દીઓ ઝાડા અને પેટ ની બીમારી ની સારવાર માટે દાખલ થયા છે. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમના જરૂૂરી પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને સારવાર શરૂૂ કરી દેવામાં આવી છે. જો કે દર્દીઓના લેવાયેલા નમુના નો રિપોર્ટ સોમવારે બપોર સુધી માં આવવાની શક્યતા છે. ત્યારબાદ જ સતાવાર વિગતો જાહેર થશે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર તમામ દર્દી ના રોગ ના લક્ષણો કોલેરા જેવા જ હોવાનું જણાયું છે .આમ તેઓ કોલેરા ગ્રસ્ત બન્યા જ હોવાનું જણાઈ રહ્યું છે. હાલ 27 દર્દીઓ દાખલ છે, તેમાંથી સાત બાળકો નો પણ સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ધરાર નગર – 1 ના વિસ્તારના હોવાનું જાણવા મળે છે.અમુક ધરાર નગર – 2 ના પણ છે.

બીજી તરફ આ અંગે ની જાણ થતાં જ મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગ ની ટીમ પણ દોડધામ કરી રહી છે. અને પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન લીકેજિંગ છે કે કેમ ? તેમજ ગટર ના ગંદા પાણી પાઇપલાઇન માં ઘુસી ગયા છે કે કેમ ? તે અંગે ની તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂૂરી આનુસંગિક કામગીરી પણ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

સ્થાનિક વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવી રહી છે. અને જરૂૂરી દવા નું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ જામનગરનો ધરાર નગર એક નો વિસ્તાર હાલ કોલેરા ની ઝપટે ચડી ગયો છે. અને જો આવતીકાલે એટલેકે સોમવારે તમામ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળશે તો આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવશે. તેમ પણ જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *