કોર્પોરેશનના પાણીનો ક્લોરીનેશન ટેસ્ટ નેગેટિવ

આરોગ્ય વિભાગની તપાસમાં મેલેરિયા 1, શરદી-તાવ, ઉધરસના 1244, ટાઈફોડ 1, કમળો 4 અને ઝાડા-ઉલ્ટીના 204 કેસ સામે આવ્યા અનેક ઘરોમાં ક્લોરીનેશન વગરનું પાણી ધાબડી દેવાયું…

આરોગ્ય વિભાગની તપાસમાં મેલેરિયા 1, શરદી-તાવ, ઉધરસના 1244, ટાઈફોડ 1, કમળો 4 અને ઝાડા-ઉલ્ટીના 204 કેસ સામે આવ્યા

અનેક ઘરોમાં ક્લોરીનેશન વગરનું પાણી ધાબડી દેવાયું

ભર ઉનાળે માવઠારૂપી વરસાદ વરસતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરવાનો ભય ઉભો થયો છે. જેના લીધે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે અને મેલેરિયા, ઝાડા ઉલ્ટી અને કમળાના નવા નોંધાયેલા કેસ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ શહેરમાં તમામ વિસ્તારમાં થતાં પાણી વિતરણના સેમ્પલ લઈ આ પાણી ક્લોરિન યુક્ત છે કે નહીં તેની ચકાસણી કરાતી હોય છે. જેમાં એક સપ્તાહ દરમિયાન 451 વિસ્તારોમાં ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલ જેમાં એક વિસ્તારનો રિપોર્ટ નેગેટીવ આવ્યાનું સત્તાવાર જાહેર થયું છે. જેના લીધે આ વિસ્તારમાં ક્લોરીન વગરનું પાણી વિતરણ થતાં રોગચાળાનો ભય ઉભો થાય તેવુ લાગી રહ્યુ છે.

મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે જેમાં ડેન્ગ્યુના કેસમાં ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થ ળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.05/5/2025 થી તા.11/05/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 24,198 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 205 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. અને મચ્છર ઉત્પતિ તેમજ ગંદકી સબબ 134 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *