બાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન

કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં…

કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના

સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી ફાયરબ્રિગેડ દ્વારા ભુગર્ભ ગટરમાં બાળકની શોધખોળ ચાલી રહી છે. પરંતુ 24 કલાક બાદ પણ બાળકનો પતો નહીં લાગતા ચિંતાની લાગણી ફેલાયેલ છે.

ભુગર્ભ ગટરના મેઈન હોલમાં પડેલુ બાળક ગટરમાં પાણીના પ્રવાહના કારમે ખેંચાઈ ગયાનું માનવામાં આવે છે. બાળકને શોધવા માટે કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે NDRF તથા ફાયર બ્રિગેડના જવાનોને ગટ્ટરમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ ભુગર્ભ ગટરમાંથી પાણી કાઢવાની પણ કામગીરી ચાલી રહી છે. આ ભુગર્ભ ગટરમાં બાળકને શોધવા રાતભર રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું હતું. પરંતુ બાળકનો પત્તો લાગેલ નથી. વરિયાવ વિસ્તારમાં 120 ફૂટનો રોડ બંધ કરીને શોધખોળ ચાલી રહી છે. જેસીબી દ્વારા અનેક મેઈન હોલ ખોદી નાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. અને ઉચ્ચ અધિકારીઓ તથા નગરસેવકો પણ કલાકોથી ખડેપગે છે.
શહેરના વરીયાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં બાળક તેની માતા સાથે બુધવારી બજારમાં ગયું હતું તે સમયે આ ઘટના બની હતી. બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જતા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે બાળકને ગટરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બાળકની કલાકોથી શોધખોળ ચાલી રહી છે. પરંતુ હજુ તેની કોઈ ભાળ મળી નથી. ગટર ખુલ્લી હતી જેના કારણે બાળક ગટરમાં પડી ગયું અને ત્યારબાદથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *