મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુ

મોરબીના શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શકત…

મોરબીના શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર પાસે રહેતા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ.વ.08) નામનું બાળક ગત તા. 03 ના રોજ ગામના તળાવમાં ન્હાવા ગયો હતો અને તળાવના પાણીમાં ડૂબી જતા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

માર માર્યો
મોરબીના શનાળા ગામ નજીક આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સ લીધા બાદ હિસાબ કરવાનું કહેતા ફ્લેટ ધારકોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.મોરબીના શનાળા ગામ નજીક નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ધર્મેન્દ્રભાઈ એ આરોપી મયંકભાઈ બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, અને દક્ષ રમેશભાઈ ચીકાનીને એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ લઇ પછી હિસાબ કરવાનું કહેતા આરોપીઓએ ધમેન્દ્રભાઈને સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુંનો માર મારેલ તેવામાં આરોપી બળવંતભાઈ અને પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા એ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *