શહેરમાં કણકોટ ગામના પાટીયા પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી પરિણીતા સાથે સાસુએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કણકોટ ગામના પાટીયા પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી જનકબેન જોરૂભાઈ દેસાઈ (ઉ.45) પોતાના ઘર પાસે ઓટો બનાવતાં હતાં ત્યારે સાસુ દેવકુબેન દેસાઈએ ‘તું અહિં ઓટો કેમ બનાવે છે’ તેમ કહી પાઈપ વડે માર માર્યો હતો. જનકબેન દેસાઈને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બીજા બનાવમાં પરાપીપળીયામાં આવેલી એકતા સોસાયટીમાં રહેતાં બાબુભાઈ અમરસીભાઈ પરમાર (ઉ.50) દારૂના નશામાં ઘરે આવી ‘મારો ગેસનો બાટલો અને સામાન મને આપી દો’ તેમ કહી હોબાળો મચાવ્યો હતો.
જેથી પત્ની મીનાબેન અને પુત્રએ બાબુભાઈ પરમારને માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
