ચાલુ કાર્યક્રમે બે મહિલાએ ન્યાય માગતા મુખ્યમંત્રી નારાજ

હરણીકાંડમાં ન્યાય માગવા આવેલી મહિલાઓને કહ્યું તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો.. મને મળીને જજો બન્ને મહિલા અને પતિને પોલીસે બહાર કાઢ્યા, તમાસો થતાં સિક્યોરિટી સામે…

હરણીકાંડમાં ન્યાય માગવા આવેલી મહિલાઓને કહ્યું તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો.. મને મળીને જજો

બન્ને મહિલા અને પતિને પોલીસે બહાર કાઢ્યા, તમાસો થતાં સિક્યોરિટી સામે ઉઠેલા સવાલો

વડોદરા ખાતે આજે વિશ્ર્વમિત્રિ નદીના પ્રોજેક્ટની ચર્ચા માટે મુખ્યમંત્રીએ યોજેલી બેઠક બાદ યોજાયેલ કાર્યક્રમમાં હરણી બોટ કાંડમાં સંતાનો ગુમાવનાર સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની બે મહિલાઓ અચાનક જ ન્યાય માંગવા ઉભી થતાં સોંપો પડી ગયો હતો અને અત્યાર સુધઈમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનો ગુસ્સો જોવા મળ્યો હતો.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહુર્તના કાર્યક્રમમાં બન્ને મહિલા અચાનક ન્યાય માંગવા ઉભી થતાં મુખ્યમંત્રીએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનીંગથી આવ્યા છો.. મને મળીને જજો.

કાર્યક્રમમાં અચાનક જ મહિલાઓ ઉભી થતાં મુખ્યમંત્રીએ કહેલ કે, બેન તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. તો અત્યારે બેસી જાવ, મને મળો શાંતિથી. તમે અત્યારે બેસી જાવ, મને મળીને જજો. આ બાજુ જુઓ તમે. એની પર ધ્યાન ના આપશો તે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છે. એટલે તેની પર ધ્યાન આપવાની જરૂૂર નથી.

મુખ્યમંત્રીએ જણાવેલ કે, કોઈ પણ મુશ્કેલી હોય, સોમવારે આપડે કોઇને રોકતા નથી. ત્યાં આવીને કોઈ પણ મળી શકે છે. અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઇ ત્યારે તે પ્રોગ્રામમાં આવીને રજૂઆત કરવી તે આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે. આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે. તેમાં કોઇને કોઇ કારણસર આવું ક્યાંકને કયાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના તૂટવો જોઇએ. આપણે કોઈ પણ વસ્તુ હરહંમેશ, મેં મીડિયાના મિત્રોનું પણ કેટલી વખત કહ્યું છે મીડિયામાં પણ જે વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપોર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કહ્યું છે કે આને ચેક કરો. અને જો કોઇ નેગેટિવ વસ્તું હોય તો તેને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક સુધારો.

રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલાને પોલીસ કોર્ડન કરી વેનમાં બેસાડી લઈ ગઈ હતી.

મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કે, મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા છે. અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે એટલે, રિપોર્ટરોને ધક્કા મારીને કાઢે છે આ તંત્ર છે. 10 વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવા આવ્યા છે. 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો, અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ? ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *