મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અગાઉ તેઓ ગુરુવારના રોજ રાજકોટ આવવાના હતા, પરંતુ હવે તેઓ શુક્રવારે, 6 જૂનના રોજ સાંજે 5…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અગાઉ તેઓ ગુરુવારના રોજ રાજકોટ આવવાના હતા, પરંતુ હવે તેઓ શુક્રવારે, 6 જૂનના રોજ સાંજે 5 વાગ્યે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈ કલેકટર તંત્ર દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ અંગેની માહિતી મેળવી હતી.

કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે, 6 જૂનના રોજ સાંજે 5 વાગ્યે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ બાય રોડ રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પહોંચશે. અહીં તેઓ રાજકોટ મહાનગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *