જલારામબાપાની શોભાયાત્રામાં સહભાગી થતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુણાતીત નગર પાસે, વિવેકાનંદ ચોક, ગુરુકુલ ખાતે આયોજિત પૂજ્ય શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુણાતીત નગર પાસે, વિવેકાનંદ ચોક, ગુરુકુલ ખાતે આયોજિત પૂજ્ય શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સિનીયર સીટીઝન ગ્રુપ, મેમનગર દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે મુખ્યમંત્રીએ સંત શ્રી જલારામ બાપાના ભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ શોભાયાત્રામાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિના ભક્તજનો અને નગરજનોનું અભિવાદન ઝીલી જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીનુ સમાજના અગ્રણીઓ અને સિનીયર સીટીઝન ગ્રુપ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા સિનીયર સીટીઝન ગ્રુપ, મેમનગરના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક રહીશો ઉત્સાહભેર જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા અને જન્મજયંતિ મહોત્સવમાં સમાજના કાર્યકર્તાઓ, લોહાણા સમાજના અગ્રણીઓ, સ્થાનિક નગરસેવકો,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *