આજીડેમ ખાતે છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિય શ્રધ્ધાળુઓ ઉમટ્યા

રોજગારી મેળવવા હેતુથી બિહાર, ઝાંરખંડ, યુપી અને બંગાળ જેવા રાજ્યોમાંથી રાજકોટમાં સ્થાપી થયેલા પરિવારોએ તેમની કર્મભૂમિમાં પણ પોતાની પારંપારિક અને ધાર્મિક વિરાસતને અકબંધ રાખી છે.…

રોજગારી મેળવવા હેતુથી બિહાર, ઝાંરખંડ, યુપી અને બંગાળ જેવા રાજ્યોમાંથી રાજકોટમાં સ્થાપી થયેલા પરિવારોએ તેમની કર્મભૂમિમાં પણ પોતાની પારંપારિક અને ધાર્મિક વિરાસતને અકબંધ રાખી છે. રવિવારના રોજ છઠ્ઠ મહાપૂજાના પવિત્ર પર્વ નિમિતે રાજકોટના આજીડેમ આજી નદીના કાંઠે આસ્થાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. આજીડેમ ખાતે અંદાજે 5000થી પણ વધુ શ્રધ્ધાળુઓનુ માનવ મહેરામણ આ પર્વની ઉજવણી માટે ઉમટી પડ્યુ હતું.

છઠ્ઠ પૂજાના તહેવારમાં ઉગતા અને આથમતા સૂર્યદેવની આરાધના કરવાનું અનેરૂ મહત્વ રહેલુ છે. રવિવારે સાંજના અને સોમવારે સવારના સમયે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની અર્ધ્ય અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. પરપ્રાંતિય ભાઇ-બહેનોમાં ભારે ઉત્સાહ અને અદ્ભૂત ભક્તિભાવ જોવા મળ્યો હતો. (તસવીર : મુકેશભાઈ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *