મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બિલ્ડર્સ એસો.દ્વારા ભવ્ય સન્માન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ક્રેડાઈ – રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રિયલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ક્રેડાઈ – રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રિયલ એસ્ટેટ, બાંધકામ ક્ષેત્ર અને શહેરી વિકાસ માટે લેવાયેલા સરાહનીય નિર્ણયો અને નીતિઓ બદલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિકસિત ભારત 2047 અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપેલા વિકાસની રાજનીતિના મંત્રને અનુસરીને ગુજરાત આજે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે વિકસિત ગુજરાતનો સર્વગ્રાહી રોડમેપ તૈયાર કરીને તેનું અસરકારક અમલીકરણ શરૂૂ કરી દીધું છે. આ રોડમેપ અંતર્ગત સમગ્ર ગુજરાતને 6 ઝોનમાં વહેંચીને વર્ષ 2047 સુધીના ફોકસ સેક્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.

રાજ્યમાં થયેલા વ્યાપક પરિવર્તનની ચર્ચા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં રાજકોટ જેવાં શહેરોમાં પાણી અને વીજળીની જે વિકટ પરિસ્થિતિ હતી, તે આજે ભૂતકાળ બની છે. વર્ષ 2003થી શરૂૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની પરંપરાને કારણે આજે ગુજરાત વિશ્વના નકશા પર ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે.
વહીવટી પારદર્શિતા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે સરકારી પ્રક્રિયાઓ અત્યંત સરળ અને પારદર્શક બની છે, જેના પરિણામે કલેક્ટર કે કમિશનર કચેરીઓમાં કોઈ પણ મુશ્કેલી વગર તમામ મંજૂરીઓ મળી રહી છે. તેમણે ઉદ્યોગકારોને નફાની સાથે સામાજિક જવાબદારી સમજીને સામાન્ય પ્રજાજન માટે એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો.

આ સાથે જ પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત આજે રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે તથા જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે રાજ્યના આધુનિકીકરણ અને વિકાસની સાચી ઓળખ તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સે પોતાના સ્માર્ટ અને આધુનિક નિર્માણ દ્વારા રાજ્યને વિશ્વસ્તરીય ઓળખ અપાવવામાં સિંહફાળો આપ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ મોડેલમાં બિલ્ડર સમુદાયના યોગદાનની સરાહના કરી હતી.

બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકો માટે વહીવટી નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. એઇમ્સ, નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સને કારણે આજે રાજકોટ રોકાણકારો માટે કેન્દ્ર બન્યું છે. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉમા ભવન સંસ્થાને 10- 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા હતા.રાજકોટના વિકાસની વાત રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગતવિધિ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આભારવિધિ અમિતભાઈ ત્રાંબડીયા દ્વારા કરવામાં આવી હતી.આ તકે કેબિનેટ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, અગ્રણી માધવભાઈ દવે, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત બિલ્ડર એસોસિએશનના સભ્યઓ તેમજ શહેરના બિલ્ડરઓ, જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *