ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની આગામી સિઝન માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈજાના કારણે સિઝનમાંથી બહાર થઈ ગયેલા ઉમરાન મલિકના સ્થાને ચેતન સાકરિયા ને પસંદ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
ચેતન સાકરિયાએ ભારત માટે એક ODI અને બે T20 મેચ રમી છે, જ્યારે તે 19 IPL મેચોમાં 20 વિકેટો લઈ ચૂક્યો છે આઈપીએલ 2025ની શરૂૂઆત આગામી 22 માર્ચથી થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR-રોયલ ચેલેન્જર્સ બેગ્લુંરુ ટકરાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂૂ થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમર બેટ્સમેન: રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, લવનીથ સિસોદિયા. વિકેટકીપર્સ: ક્વિન્ટન ડી કોક, રહમાનુલ્લા ગુરબાઝ. ઓલ રાઉન્ડર: વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, રમનદીપ સિંહ, મોઈન અલી. ઝડપી બોલર: હર્ષિત રાણા, વૈભવ અરોરા, એનરિક નોર્ટજે, સ્પેન્સર જોન્સન, ચેતન સાકરિયાનો સમાવેશ કરવામા આવ્યો છે .