જામનગરમાં પ્લાસ્ટિક અને ઘાસચારા અંતર્ગત ચેકિંગ

જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા…

જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જે અનુસંધાને ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કુલ-78 ધંધાર્થી/વેપારીઓ પાસેથી 35 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા રૂૂા.36,000/- ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા 30 ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી, રૂૂ.15,500 નો વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો હતો.

જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો નહી નાખવા અપીલ કરવામાં આવે છે.
વધુમા લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો ઉંખઈ ઈજ્ઞક્ષક્ષયભિં આા. મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *