જામનગરમાં બ્લિન્કિટમાં ફૂડ શાખાનું ચેકિંગ

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં શરુ સેક્સન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી સામે હાઈજીનિક સ્થિતિ તથા લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ…

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં શરુ સેક્સન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી સામે હાઈજીનિક સ્થિતિ તથા લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન જણાયું હતું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવતું નથી તેમજ ફૂડ સેફ્ટી સંબંધિત જરૂરી માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજો તથા લાયસન્સની શરતો પણ અધૂરી જોવા મળી હતી.

ફૂડ શાખા દ્વારા પેઢીને જરૂરી સુધારા કરવા માટે અગાઉ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું પાલન ન થતાં અંતે પેઢીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સાથે જ સંસ્થાને તમામ જરૂરી શરતો પૂર્ણ કરીને સંબંધિત સર્ટિફિકેટ અને દસ્તાવેજો કચેરીએ રજુ કરવા સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે તમામ નિયમોનું પાલન પૂર્ણ થયા બાદ જ ફરીથી પેઢીને વેચાણ માટે મંજૂરી આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

પડાણામાં કંપની સાથે છેતરપિંડી
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના પડાણામાં કાર્યરત એક ખાનગી કંપનીના એડમીને કેટલાક મજૂરોને વધુ પેમેન્ટ ચૂકવાઈ જતાં તે પેમેન્ટ પાછું લેવા માટે કંપનીના બેંક એકાઉન્ટના બદલે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી કંપની સાથે રૂ.2,44,557 ની ઉચાપત કરતા તેની સામે કંપનીના કર્મચારીએ વિશ્વાસઘાત અંગે ની ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના પડાણા ગામમા જીબીએસ એસોસિએટ નામની પેઢીમાં એચઆર અને એડમીન તરીકે મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલમાં જામનગરમાં ઢીચડા રોડ પર દિગ્જામ સર્કલ નજીક રહેતા મનોજ પાંડુરંગ પાટીલ નામના વ્યક્તિની નિમણુક કરવામાં આવી હતી.

તે દરમિયાન આ કંપનીમાંથી ગયા મહિને કેટલા લેબરોનું પગારનું વધુ પડતું પેમેન્ટ થઈ ગયું હતું. તે પછી આ પેમેન્ટ કંપનીના નિયમ મુજબ કંપનીના ખાતામાં પરત લેવાની બદલે મનોજ પાટીલે પોતાના બેંક ખાતામાં લઈ કંપની તથા અન્ય વ્યક્તિઓ સાથે રૂ. 2,44,557 ની છેતરપિંડી કરતા આ કંપનીના અન્ય કર્મચારી અવધેશકુમાર દયાનાથ ચૌધરી એ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *