મકાન ખરીદતા પહેલા બિલ્ડરની કુંડળી તપાસો, રેરા આપશે ખાસ સુવિધા

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરતાં કે મકાન ખરીદી કરતાં પહેલાં ખરીદદારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષાલક્ષી સુવિધા શરુ થવા જઈ રહી છે. ગુજરાત…

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરતાં કે મકાન ખરીદી કરતાં પહેલાં ખરીદદારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષાલક્ષી સુવિધા શરુ થવા જઈ રહી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પોતાના વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજમાં પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ નામનો નવો વિભાગ જોડવાની તૈયારીમાં છે. તેનાથી ગ્રાહકો બિલ્ડર કે પ્રમોટરની ભૂતકાળ, કામગીરી અને વિશ્વસનીયતા માત્ર એક ક્લિકમાં ચકાસી શકાશે.

ઘણીવાર ગ્રાહકો પ્રોજેક્ટનું લોકેશન, આકર્ષક સુવ્ધિાઓ અને ભાવ જોઈને પ્રોપર્ટી બુક કરાવી લે છે, પરંતુ બિલ્ડરે અગાઉ કેટલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અથવા ગ્રાહકો સાથે કોઈ વિવાદ થયો છે કે કેમ તેની પૂરતી માહિતી મળતી નથી. જેના લીધે ઘણીવાર ગ્રાહકો છેતરાઈ જતાં હોય છે. નવા વિભાગના માધ્યમથી ખરીદદારોને બિલ્ડરની કામગીરીનો સ્પષ્ટ ચિતાર મળશે. જેનાથી છેતરપિંડી કે અટકી પડેલા પ્રોજેક્ટના જોખમ સામે રક્ષણ મળી શકશે.

પ્રમોટરે રાજ્યમાં અગાઉ કયા પ્રોજેક્ટ બનાવ્યા છે અને તેમાં કામગીરી કેવી રહી છે તેની વિગતો. અલગ-અલગ પ્રોજેક્ટમાં બિલ્ડર સામે નોંધાયેલી ફરિયાદો, તેના નિકાલની સ્થિતિ અને રેરાના ચુકાદાની નકલ તથા ગુજરાત રેરા દ્વારા બિલ્ડર સામે કોઈ પગલાં લેવાયા હોય અથવા પેનલ્ટી ફટકારાઈ હોય તો તેની સંપૂર્ણ માહિતી અને પ્રમોટરે પોતાના વિવિધ પ્રોજેક્ટના કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યા છે તેનો રેકોર્ડ, જેનાથી કામગીરી પ્રત્યેની જવાબદારીનો અંદાજ આવી શકશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *