મનપાએ ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતાં કોઇ એજન્સી ન આવતા તંત્ર મૂંઝવણમાં મૂકાયુ
મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે એન્ડ પાર્કીંગ વ્યવસ્થા શરુ કરવામા આવી છે . શહેરમા અંદાજે 100 થી વધુ સ્થળે પે એન્ડ પાર્કીંગ સુવીધા ઉપલબ્ધ છે. પરંતુ સરકારની નવી પોલીસીમા પાર્કીંગ ચાર્જમા કમરતોડ વધારો થતા લોકો વધુ પૈસા ખર્ચી પોતાનુ વાહન પે એન્ડ પાર્કીંગમા પાર્ક કરવાનુ ટાળી રહયા હોય કોન્ટ્રાકટ રાખનાર એજન્સીને વાહનો ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેનાં લીધે 29 પે એન્ડ પાર્કીંગનુ 3-3 વખત ટેન્ડર કરવા છતા નવી પોલીસીનાં લીધે કોઇ કોન્ટ્રાકટરે ટેન્ડર ન ભરા તંત્રને 29 પે એન્ડ પાર્કીંગ બંધ કરવા પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.
શહેરમા મહાનગર પાલિકા દ્વારા પે એન્ડ પાર્કીંગ સુવીધા ઉભી કરતા ખાસ કરીને મુખ્ય બજારોમા દુકાનો ધરાવતા વેપારીઓની મુશ્કેલીનો અંત આવ્યો હતો. પરંતુ થોડા સમયમા જ પાર્કીંગનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરો દ્વારા ઉઘાડી લુંટ ચલાવવાનુ શરુ કરાતા લોકોમા દેકારો બોલી ગયેલ. જેનાં લીધે સરકાર દ્વારા નવી પાર્કીંગ પોલીસી જાહેર કરેલ. જેની અમલવારી મહાનગર પાલિકાએ શરુ કર્યા બાદ પે એન્ડ પાર્કીંગનાં ટેન્ડરમા મોટા ફેરફારો કરવામા આવેલ અને સાથો સાથ ટુ વ્હીલરથી લઇને હેવી વાહનો સહીતનાં વાહનો પાર્ક કરવા માટે 1 કલાકથી લઇ 1 માસ સુધીનાં ચાર્જમા પણ વધારો ઝીકવામા આવ્યો હતો અને મનપાએ નવા નિયમ મુજબ જે વિસ્તારોમા પે એન્ડ પાર્કીંગની મુદત પુર્ણ થઇ હોય તેનાં ટેન્ડર પ્રસિધ્ધ કરેલ.
જેની સામે પે એન્ડ પાર્કીંગનાં ચાર્જમા વધારો થતા લોકોએ વધુ પૈસા આપીને વાહનો પાર્ક કરવાનુ ટાળ્યુ હોય તેમ પે એન્ડ પાર્કીંગમા દીવસે ને દીવસે વાહનોની સંખ્યામા ઘટાડો થતા કોન્ટ્રાકટરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે પછી કોન્ટ્રાકટ ન લેવો તેવુ અમુક કોન્ટ્રાકટરે નકકી કરી લેતા ર9 પે એન્ડ પાર્કીંગ માટે મહાનગરપાલિકાએ સતત ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
તંત્રમાથી જાણવા મળેલ વિગત મુજબ 29 પે એન્ડ પાર્કીંગ માટે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રીયા હાથ ધરાય છે. પરંતુ આજ સુધી કોઇ કોન્ટ્રાકટરે ટેન્ડર ભર્યુ નથી . જેનાં લીધે જુના કોન્ટ્રાકટરની મુદત પુર્ણ થયા બાદ મુખ્ય બજારોમા આવેલા ર9 પે એન્ડ પાર્કીંગને તાળા મારવા પડે તેવી દહેશત ઉભી થઇ છે. જેની સામે કોન્ટ્રાકટરો દ્વારા વાહનોનાં ભાડામા ઘટાડો કરવામા આવે તો લોકો પે એન્ડ પાર્કીંગનો ઉપયોગ કરવા પ્રેરાય છે તેમ આથી સરકાર દ્વારા અથવા કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કીંગનાં ચાર્જમા ફેરફાર કરવાની જરુરીયાત ઉભી થઇ છે તેમ જાણકારો કહી રહયા છે.

