મહેસાણાના ભાન્ડુમાં બબાલ: માર્ગ અકસ્માતમાં યુવકના મોતથી ટોળું ઉશ્કેરાયું, અનેક વાહનોને આગચંપી

મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ભાન્ડુમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા…

મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ભાન્ડુમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા લોકોએ ઉશ્કેરાયા હતાં અને બબાલ કરી હતી. ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ આગચંપી કરી હતી.

મળતી વિગતો અનુસાર મહેસાણાના ભાન્ડુમાં ડમ્પરે એક યુવાનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં યુવકના મોતથી ત્યાં હાજર લોકો રોષે ભરાયા હતાં અને ડમ્પર ચાલક સાથે બબાલ શરૂ કરી હતી. અને હાજર લોકો હિંસા પર ઉતરી આવ્યા હતાં. ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં હાજ ટ્રેક્ટર અને બે બાઇકને આગ લગાવી હતી. આ સિવાય અન્ય વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

અકસ્માતમાં મૃતક વ્યક્તિ કે હિંસક ટોળાની ઓળખ થઈ શકી નથી. આ બબાલમાં કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. પરંતુ, ત્યાં હાજર માલ-સામાનને મોટી માત્રામાં નુકસાન પહોંચાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *