કાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી

જામનગર- કાલાવડ બાયપાસ ધોરી માર્ગ પર શનિવારે બપોરે જામનગર થી દહેજ તરફ જઈ રહેલું સલ્ફર ભરેલું એક ડમ્પર અકસ્માતે પલટી મારી ગયું હતું, અને તેમાં…

જામનગર- કાલાવડ બાયપાસ ધોરી માર્ગ પર શનિવારે બપોરે જામનગર થી દહેજ તરફ જઈ રહેલું સલ્ફર ભરેલું એક ડમ્પર અકસ્માતે પલટી મારી ગયું હતું, અને તેમાં ભરેલો સલ્ફરને મોટો જથ્થો માર્ગ પર ઢોળાઈ જતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો, ઉપરાંત ફાયર બ્રિગેડનું તંત્ર પણ ખડે પગે રહ્યું હતું.

જામનગર થી દહેજ માટે અંદાજે 30 ટન જેટલો સલ્ફર ના જથ્થો ભરી ને રવાના થયેલું જી. જે. 10 ટી.વાય. 0550 નંબર નું ડમ્પર લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપપાસ માર્ગે પલટી મારી ગયું હતું.

જામનગરના વતની પ્રિયંક જમનભાઈ ચાંદ્રા ની માલિકી ના આ ડમ્પર માં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી સલ્ફરનો જથ્થો ભરવામાં આવ્યો હતો, અને તેને દહેજ મોકલવાનો હતો. પરંતુ જામનગર ની ભાગોળે પહોંચતાં જ આ ડમ્પર ને અકસ્માત નડ્યો હતો. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી .પરંતુ સલ્ફર નો મોટો જથ્થો રોડ ઉપર વેર વિખેર હાલત માં પથરાઈ ગયો હતો.

જેના કારણે ઉપરોક્ત માર્ગ પરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો, અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. વાહન ચાલક અને તેની પેઢી દ્વારા જેસીબી મશીન વગેરે ની મદદ થી યુદ્ધના ધોરણે સલ્ફર એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ફાયરબ્રિગેડ ની ટીમ કોઈ ઘટના ન બને, તેને લઈને ખડે પગે રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *