આજથી 7મી ઓગસ્ટ સુધી ટ્રેનોના રૂટો થશે પ્રભાવિત: ટ્રેનોનું રદ્દીકરણ, આંશિક પ્રારંભ અને સમયપત્રકમાં ફેરફાર અને માર્ગમાં નિયમન સામેલ
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડાહાપાજામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 23 જુલાઈથી 07 ઓગસ્ટ, 2026 સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે.
06 ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ 20 મિનિટ વહેલી ઉપડશે
રાજકોટ રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર 22969 ઓખાબનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલકુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર 22969 ઓખાબનારસ એક્સપ્રેસ 06 ઓગસ્ટ, 2026થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 14:25 કલાકના સ્થાને સુધારેલા સમય 14:05 કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 20 મિનિટ વહેલી રવાના થશે.
