ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આપેલી રજાઓમાં ફેરફાર કરાયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનને અનુસંધાને કેટલીક તહેવારની રજાઓની તારીખોમાં સુધારો કરાયો છે. હોળી-ધૂળેટી, ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમી જેવી રજાઓની તારીખોમાં બદલાવ કરાયો છે.
અગાઉ જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ 3 માર્ચે ધૂળેટી દર્શાવાઈ હતી, જ્યારે સુધારેલા કાર્યક્રમ મુજબ 4 માર્ચે રજા રહેશે. 20 માર્ચના રોજ ચેટીચાંદ અને રમઝાન ઈદની રજા અપાઈ હતી, તેના બદલે હવે 19 માર્ચના રોજ ચેટીચાંદ અને 21 માર્ચના રોજ રમઝાન ઈદની રજા રહેશે. આ ઉપરાંત 27 માર્ચના રોજ જાહેર કરાયેલી રામનવમીની રજા હવે 26 માર્ચના રોજ રહેશે. શૈક્ષણિક આયોજનમાં વિક્ષેપ ન પડે તે માટે શાળાઓને સુધારેલા કેલેન્ડર મુજબ જરૂૂરી આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
