દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર

તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…

તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે.

ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ રહેતી હોય, આ માસ દરમ્યાન ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરાનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે. જે ક્રમ મુખ્યત્ત્વે ગુરૂૂવાર તથા મંગળવારે કરવામાં આવે છે.

જગતમંદિરના પૂજારીના જણાવ્યાનુસાર આ વખતે તા. 16, 23 અને 25 મી ડિસેમ્બર તેમજ 8 જાન્યુઆરી 2026 ના રોજ જગતમંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ રહેશે. ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલાં અભિષેકનું મહત્ત્વ હોય. તા. 16 મી ડિસેમ્બરે ધનુર્માસ ક્રમનો પ્રથમ દિવસ હોય, ઠાકોરજીની મંગલા આરતી સવારે 5:30 વાગ્યે કરવામાં આવી હતી.

બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક ક્રમ થશે. ધનુર્માસના ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે 5:30 થી 10:30 સુધીમાં સાત ભોગ તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે 9:45 વાગ્યે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને 10:30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થાય છે. સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *