સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત

આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…

આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું જિલ્લા મેજિસ્ટ્રેટ એન. વી. ઉપાધ્યાય દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.તાજેતરમાં જ સતત અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ સોઈલ ઉર્ફે સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશી, ઉ.વ.22, રહે.વેરાવળ કે જેઓ સહ આરોપી સાથે ટોળી બનાવી છરી, તલવાર વિગેરે પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના, ભારતીય ન્યાય સહિતાના પ્રકરણ -4,6,17 અને 19 ની જોગવાઈના ભંગના કુલ -3(ત્રણ ) તથા અન્ય ધારા હેઠળના -3(ત્રણ) એમ કુલ -6 (છ) જેટલા ગુન્હા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા.

આ ઇસમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણી મા બાધારૂૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવૃત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવી સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનું કૃત્ય કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એ તા.16/04/2026ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મધ્યસ્થ જેલ,સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *