ચહલને ડેન્ગ્યુ-ચિકનગુનિયા ફાઈનલમાં ન રમી શક્યો

અગાઉના ત્રણ મેચમાં ખાસ પ્રદર્શન નબળું રહ્યું ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના દરવાજા…

અગાઉના ત્રણ મેચમાં ખાસ પ્રદર્શન નબળું રહ્યું

ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના દરવાજા તેના માટે બંધ થઈ ગયા હોય તેવું લાગે છે. ચહલના અંગત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. હવે, તે એક સાથે બે ખતરનાક બીમારીઓનો ભોગ બન્યો છે, જેના કારણે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 ની ફાઇનલમાં રમી શક્યો નથી, જ્યાં તેની ટીમ હરિયાણા ઝારખંડ સામે ટકરાઈ હતી. ચહલને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એક સાથે થયા છે.

ચહલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ખુલાસો કર્યો કે તે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે લડી રહ્યો છે, જેના કારણે તે ફાઇનલનો ભાગ બની શક્યો નહીં કારણ કે ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. ટુર્નામેન્ટની શરૂૂઆતમાં 35 વર્ષીય યુઝવેન્દ્ર ચહલ હરિયાણા ટીમનો ભાગ હતો. જોકે, ફક્ત ત્રણ મેચ રમ્યા બાદ તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, આ ત્રણ મેચ તેના માટે ખાસ સારી રહી ન હતી. તેણે ફક્ત ચાર વિકેટ લીધી અને ભારે માર પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *