વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.28મીનાં અજમેર ખાતેથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી એચપીવી રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ તેમજ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેોન્ડિાંગ કમિટી દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં નવી ઉમેરાયેલ યોજનાઓમાં પણ કેન્સરને કરીએ કેન્સલ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વેકસીન વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવેલ. જે અનુસંધાને રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલ તા.07/03/2026થી તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી એચપીવી રસીના રસીકરણ કાર્યક્રમ શરૂૂ કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં આ કાર્યક્રમનો શુભારંભ રાજકોટ (દક્ષીણ) વિધાનસભા 70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે અખિલ હિન્દ મહિલા પરિષદ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાત્રાળ ચોક, રાજકોટ ખાતેથી સવારે 10:30 કલાકે કરવામાં આવશે. મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે રાજ્યની 01/01/2011 થી 29/02/2012ના સમયગાળા દરમ્યાસન જન્મઆ થયેલ 14 વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 12,199 કિશોરીઓને એચપીવી વેક્સિન આપવામાં આવશે, જેથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ ઊભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એચપીવીરસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓની ઓળખ-14 વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનો હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરાશે. ટેકો+ અને સીટીએસ મુજબના અંદાજિત લક્ષ્યાંકની હેડ કાઉન્ટ સાથે વેરિફિકેશન કરવામાં આવશે. શાળા બહારની કિશોરીઓનું રસીકરણ 3 મહિના સુધી સંબંધિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (કોલ્ડ ચેઈન પોઈન્ટ)ખાતેકરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદીઆરોગ્ય વિભાગને આપવામાં આવશે. ખાનગી શાળાઓને પૂર્વ સૂચના આપી અભિયાનમાં જોડાશે. રાજકોટ કોર્પોરેશન આરોગ્ય અધિકારી સાથે સંકલન કરીઆયોજન મુજબ કામગીરી થશે.
પેરેન્ટ-ટીચર મિટિંગ દરેક શાળામાં ખાસ પીટીએમનું આયોજન કરાશે, આરોગ્ય કર્મચારી, નોડલ શિક્ષક દ્વારારસીકરણ પૂર્વે અને રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે. પ્રવૃત્તિઓ-સર્વાઇકલ કેન્સર અને રસી અંગે પોસ્ટર, બેનર, પેમ્ફલેટ અને માઇક પ્રચાર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા દ્વારા પણ માહિતી પ્રસાર કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય અંતર્ગત 14 વર્ષની દીકરીઓને રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને સહકાર આપવા રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
