એક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની…

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જે જાહેરાતમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે.

આ જાહેરાત પૈકી જે માતાપિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મતા.01/06/2018 થી તા.30/05/2019 દરમ્યાન થયેલ હોય તેવા માતાપિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.04/04/2026 થી તા.17/04/2026 સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે 10.30 થી સાંજે 6.00 કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW. RMC. GOV.IN માં ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંક નો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂૂ. 50 ના સ્ટેમ્પપેપર ઉપર કરેલ નોટરાઇઝ્ડ સોગંદનામુ રજુ કરવાનુંરહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *