રાષ્ટ્રપતિના રૂટમાંથી પકડેલા ઢોર ટોળું છોડાવી ગયું, વધુ પોલીસ બંદોબસ્તની માગણી
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર મેગો માર્કેટ નજીક મનપાના ઢોર પકડ પાર્ટી સાથે પુશ પાલકોએ ગઇકાલે માથાકૂટ કરી પકડેલા ઢોર છોડાવી જવાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ રોડથી રાષ્ટ્રપતિ પસાર થવાના હોય ગઇકાલે તંત્રએ નમતુ જોખી દીધુ હતુ પરંતુ ફરી વખત પશુ પલકો દાદાગીરી ઉપર ઉતરી જવાની ઘટનાઓ શરૂ થતાં કડક હાથે પ્રારંભે દાબી દેવા માટે તંત્રએ અજાણયા ટોળા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આજે પોલીસ વિભાગ પાસે ઢોર પકડ પાર્ટીને વધુ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી લેખીતમાં માગણી કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવાની મનપાની કામગીરી દરમિયાન ફરીવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા મેંગો માર્કેટ પાસે મનપાના ઢોર પકડતા સ્ટાફે પકડેલા 5 જેટલા પશુઓને, આશરે 20થી 25 જેટલા લોકોનું ટોળું બળજબરીથી છોડાવી ગયું હતું. સમગ્ર ઘટના પોલીસ અને વિજિલિયન્સ સ્ટાફની હાજરીમાં બની હતી, જેના વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયોનાં આધારે હાલ મનપા દ્વારા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર, રાષ્ટ્રપતિનો કાફલો રાજકોટ આવવાનો હોવાથી તેના રૂૂટ પરથી રખડતા પશુઓને હટાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂૂપે મેંગો માર્કેટ પાસે રોડ પરથી પાંચ પશુઓને પકડીને મનપાની ખાસ વાનમાં ભરવામાં આવ્યા હતા. દરમિયાન, કાર અને બાઈકમાં આવેલા 20થી 25 જેટલા પશુ માલિકોના ટોળાએ મનપાના સ્ટાફને ઘેરી લીધો હતો.
વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ લોકોએ બળજબરીપૂર્વક ઢોર પકડવાની વાનનો દરવાજો ખોલાવ્યો હતો. ટોળાના એક સભ્યે તો વાન પર ચઢીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે નીચે ઉભેલા અન્ય લોકો પોલીસ અને મનપાના સ્ટાફ સાથે દલીલબાજી કરી રહ્યા હતા. આખરે, ટોળાએ દાદાગીરી કરીને પકડાયેલા તમામ ઢોરને પોલીસ-વિજિલિયન્સ સ્ટાફની હાજરીમાં છોડાવી લીધા હતા.
આ ગંભીર ઘટના અંગે મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર ઉપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ રાજકોટનાં કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે આ ઘટના બની હતી. આ મામલે મનપાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. જોકે મનપાની હદ પૂરી થઈ રહી હતી, ત્યાંથી સ્ટાફે અજાણતા પશુઓ પકડ્યા હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો હતો.
રખડતા પશુઓની સમસ્યા રાજકોટ માટે મોટી ચિંતાનો વિષય છે અને અગાઉ પણ પશુ માલિકો દ્વારા મનપાના સ્ટાફ ઉપર હુમલો કરવાના કે દાદાગીરી કરવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. જોકે, આ વખતે પોલીસની હાજરીમાં ઢોર છોડાવી જવાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટનામાં ઢોર માલિકોની દાદાગીરીનો ભોગ બનેલા મનપાના કર્મચારીઓ અને હાજર રહેલા પોલીસકર્મીઓ ટોળા સામે લાચાર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓ અનેકવાર અકસ્માતનું મુખ્ય કારણ બને છે. રાષ્ટ્રપતિના કાફલાના આગમનને કારણે તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી હાથ ધરી, પરંતુ આ કામગીરી દરમિયાન જ ટોળાએ જે રીતે કાયદાનો ભંગ કરીને દાદાગીરી કરી છે, તે શહેરીજનોની સુરક્ષા સામે પણ મોટું જોખમ છે. જોકે પોલીસે હવે લેખિત ફરિયાદના આધારે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા લોકોના ટોળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ઘર્ષણ ટાળવું હોય તો એનિમલ હોસ્ટેલ બનાવો: કોંગ્રેસ
રાજકોટના ભાજપના શાસકો દ્વારા માલધારી સમાજના હાથમાં ફરી વોલીપોપ આપી હતી. ક્યારે બજેટ રજુ કરવામાં આવ્યું 2025નું ત્યારે ફેબ્રુઆરી મહિનામાં માલધારી સમાજને રાજકોટમાં ત્રણ નવી એનિમલ હોસ્ટેલ આપવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી પરંતુ આજ સુધી ક્યાંય પણ એનિમલ હોસ્ટેલનો ભાવ પણ ભાજપના શાસકો પુછતા નથી. ગાયના નામે મત માગી સત્તા પર બેઠેલા ભાજપના શાસકોને શરમ પણ નથી આવતી. બજેટમાં રૈયા ગામની આજુબાજુમાં, કોઠારીયા ગામની આજુબાજુમાં અને સોખડા ગામનો આજુબાજુમાં રાજકોટના માલધારીઓને પોતાના પશુ રાખવા માટે એનિમલ હોસ્ટેલની જોગવાઈ કરી હતી, પરંતુ આજ સુધી આપવામાં નથી આવી. મહાનગરપાલિકા દ્વારા માલધારી સમાજની એનિમલ હોસ્ટેલની તાત્કાલિક જોગવાઈ કરી ફાળવણી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરે ખાસ યાદ રાખવું કે આવનારી ચૂંટણીમાં તમે કઈ રીતે માલધારી સમાજના ઘરે મત માગવા આવી શકશો. જેમ માલધારી સમાજ અને ગાય માતાના નામે જીતવામાં મદદ કરી છે તેમ જ આ માલધારી સમાજ તમને ફરી અરીસો બતાવી શકે તેવી ક્ષમતા ધરાવે જો તાત્કાલિક અસરથી એનિમલ હોસ્ટેલ આપવામાં નહીં આવે તો સોમવાર બાદ આવેદન અને રજૂઆતનો દોર શરૂૂ કરવામાં આવશે. તેથી પણ એનિમલ હોસ્ટેલ નહીં આપવામાં આવે તો મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા કરવામાં આવશે.
