કુવાડવા રોડ આરકે સોસાયટીમાં રહેતા અને કુવાડવા ગામમાં આવેલ બાલાજી સેન્ટ્રીગના નામે કારખાનું ધરાવતા વેપારીના કારખાનામાંથી હિસાબના 1.35 લાખ અને બોલેરો ગાડી એમ કુલ કિં.રૂૂ.4,75,000 ની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,કુવાડવા રોડ આરકે સોસાયટી પાસે રહેતા દિક્ષિતભાઇ કિશોરભાઇ ઢોલરીયા(ઉ.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કૌટુંબીક ભાઈ મીલીનભાઈ તથા તેમના પત્નિ કાજલબેનના નામે બાલાજી સેન્ટ્રીંગ ના નામે બંધ ડેલો (શેડ) આવેલ છે જે જગ્યામા હું ત્રણેક વર્ષથી કામકાજ સંભાળુ છું.ગઈ કાલ તા.24/08 ના રોજ રાત્રીના આશરે સાતેક વાગ્યાની આસપાસ હું તથા મારા પિતા તથા મારા નીચે કામ કરતા માણસો રાહુલભાઈ, ભનાભાઇ તથા પ્રેમજીભાઇ એમ અમો અમારા બાલાજી સેન્ટ્રીંગ ડેલેથી અમારૂૂ કામકાજ પુરૂૂ કરી નીકળતા હતા.તે દરમ્યાન મે મારા પાસે રહેલ રોકડ રૂૂ.1.35 લાખ કે જે મારા સેન્ટ્રીંગ કામના હિસાબ પેટે મારા ગ્રાહકો પાસેથી આવેલ હતા.તે મારા ડેલામા આવેલ ઓફિસની અંદરના ટેબલના ખાનામા રાખી દિધેલ હતા અને તેમા લગાડેલ ચાવી લોક કરી અને આ ઓફિસના દરવાજાનો લોક ઘણા સમયથી બગડી ગયેલ હોય જેથી દરવાજાનો આગળીયો બંધ(લગાવી) કરેલ હતો ત્યાર બાદ અમો બધા ડેલાને બહારથી લોક કરી તાળું લગાવી ત્યાથી નીકળી ગયેલ હતા.
બીજા દિવસે સવારના આશરે આઠેક વા ગ્યાના અરસામા હુ મારા ઘરે હતો તે દરમ્યાન મારી નીચે કામ કરતા રાહુલભાઇ નો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે આપડા બાલાજી સેન્ટ્રીગ ડેલો અર્ધ ખુલ્લો હતો અને અંદરથી નકુચો તુટેલો હતોતેમજ મે બપોરના સમયે અંદર રાખેલ બોલેરો ગાડી ડેલામાં અંદર નથી.જેથી મે મારા મીલનભાઈને ફોન કરી તમે કોઇ માણસ ને ડેલે મોકલેલ હતા તેવું પુછતા તેણે કોઇને મોકલેલ નથી તેવુ મને જણાવેલ જેથી હુ મારા ઘરેથી તુરત જ નીકળી અમા રા ડેલે પહોચી ત્યા જઈ અમારા ઓફિસમા રહેલ ટેબલના ખાનામા જોયેલ તો મે રાખેલ રોકડ રૂૂ.1,35,000/- તેમા જોવામા આવેલ નહિ.તેમજ બોલેરો પણ જોવા ન મળતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને પ્રાથમિક શંકા છે.
