આજે રોકડા, કાલે ઓનલાઇન; વેપારીઓ દ્વારા NO UPI ડેની ઉજવણી

ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો UPI ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ ચછ કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું…

ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો UPI ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ ચછ કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું છે અને દુકાનો પર sorry for today no UPI’ના પોસ્ટર લગાવ્યાં છે.

રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયા છે. ઓટો મોબાઈલ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ માર્કેટ અને જ્વેલરી માર્કેટના વેપારીઓ આજે UPI વ્યવહાર નહીં લે. હવે માત્ર રોકડથી વેપાર થશે તેવું જણાવાયું છે. આજે આશરે 50 કરોડ રૂૂપિયાના વ્યવહાર પર સીધી અસર પડવાની શક્યતા છે.

વેપારીઓનો વિરોધ UPI ના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના નવા નિયમો સામે છે. આ નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાના છે. વ્યક્તિથી વ્યક્તિની ચુકવણી અને 2,000 રૂૂપિયા સુધીની મર્ચન્ટ ચુકવણી પર કોઈ ચાર્જ નહીં લાગે. પણ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ ચુકવણી પર 0.4 ટકા અને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તથા કેપિટલ માર્કેટના વ્યવહાર પર 0.02 ટકાનો ખઉછ નક્કી થયો છે. વેપારી એસોસિએશનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને ખઉછ ચાર્જમાંથી મુક્તિની માગ કરી છે.

ખઉછ એવી ફી છે જે દુકાનદાર ડેબિટ-ક્રેડિટ કાર્ડ કે UPI જેવી ડિજિટલ ચુકવણીની સુવિધા વાપરવા બદલ બેંક અને પેમેન્ટ કંપનીને ચૂકવે છે. આ ફી ડિજિટલ સિસ્ટમ ચલાવવાના ખર્ચ માટે લેવાય છે. આ ચાર્જ ગ્રાહકે નહીં, વેપારીએ ચૂકવવાનો હોય છે. નાના અને મધ્યમ વેપારીઓનું કહેવું છે કે તેમનો નફો પહેલેથી ઓછો છે અને વધારાનો ચાર્જ તેમના પર બોજ બનશે.

અમદાવાદ સહિત રાજ્યના વેપારીઓએ ગાંધી જયંતીના દિવસે ચછ કોડ અને બોર્ડ ઢાંકીને વિરોધ નોંધાવ્યો છે. જે ગ્રાહકો ફક્ત UPI થી ચુકવણી કરે છે તેમણે આજે રોકડ રાખવી પડશે. વિરોધ એક દિવસનો છે, પણ માંગ 15 ઓક્ટોબર પહેલાં ખઉછ માંથી મુક્તિની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *