રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં

500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…

500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો

રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના દરના બંડલ આપવાનું કહીં નજર ચુકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે.આ મામલે શહેરનાં બે પોલીસ મથકમાં કુલ 3 ફરિયાદો નોંધાઈ છે.આ સાથે જ આ ટોળકીને પોલીસે હાથ વેંતમાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે. ભુપેન્દ્ર રોડ પર આવેલ ફેડરલ બેંકના, બ્રાન્ચ મેનેજર અમોલ ગજાનંદ સાતરોઠે (ઉ.વ.34, રહે. પદ્મશ્રી એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ, મૂળ મહારાષ્ટ્ર)એ અજાણ્યા શખ્સો સામે એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગઈ તા.21ના આરોપીએ બેંકના કેશીયર જ્યોતીબેન મકવાણા પાસે જઈ મારે 20 હજારની 500 વાળી નોટ જોઈએ છે. હું તમને 20 હજારની 200 વાળી નોટ આપું છું.

તેમ કહીં 200 વાળી નોટનું બંડલ આપતા કેશીયરે ટેબલ પર મુક્યું હતું. જે નજર ચુકવી આરોપી લઈને જતો રહ્યો હતો. આવી જ રીતે લીમડા ચોક પાસે આવેલી ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાંથી પણ અજાણ્યા શખ્સે 500ના બદલે 200ની નોટનું બંડલ આપવાનું કહીં 20 હજારની ચોરી કર્યાની બેંક કેશીયર રિયાબેન ચૌહાણ (ઉ.વ.22, રહે.લક્ષ્મીવાડી)એ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જ્યારે સાધુ વાસવાણી રોડ આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ કેશીયર શિવમસિંગને પણ નોટો બદલાવવાના બહાને રૂૂા.10 હજારની ચોરી કર્યાની બેંકના બ્રાન્ચ મેનેજર અમીતભાઈ ઘેટીયા(ઉ.વ.43, રહે. શ્રી વલ્લભએપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ)એ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં અલગ-અલગ બેંકોમાં જઈ 500ના બદલે 200 વાળી નોટો આપવાના બહાને ચોરી કરતા અજાણ્યા શખ્સોએ અન્ય વિસ્તારની બેંકોમાં પણ ચોરી કર્યાની પોલીસને માહિતી મળી છે.જે મામલે પણ પોલીસે ગુનો દાખલ કરવાની કવાયત સાથે આરોપીઓને ઓળખી અને તેઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *