ઘરધણી 10 દિવસ બહારગામ જતાં તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ
કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં ગત તા. 13 સપ્ટેમ્બરથી તા. 23 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ડેલીનું તાળું તોડી અને પ્રવેશ કર્યો હતો.
અહીં તસ્કરોએ રસોડા વાટે રૂૂમમાં પ્રવેશી અને આ રૂૂમમાં રહેલા લોખંડના કબાટની તિજોરી તોડી નાખી હતી. આ તિજોરીમાં રાખવામાં આવેલી આશરે એક તોલા વજનની સોનાની ત્રણ નંગ વીંટી તેમજ બે તોલા સોનાનો તૂટેલો ચેન ઉપરાંત અન્ય નાની-મોટી ચીજ વસ્તુઓ મળી આશરે સાડા ત્રણ તોલાના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ પ્રકરણમાં કુલ રૂૂપિયા 1,05,000 ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂૂ. 5,000 ની રોકડ રકમ મળી, કુલ રૂૂપિયા 1,10,000 ની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે પ્રકાશભાઈ જોધપુરાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે
ગાગા, ચોખંડા અને દ્વારકા ગામેથી 11 જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે કરસન પરબત કરંગીયા, ભોલા મારખી કરંગીયા, જેશા ભીખા કરંગીયા, પાલા કેશુર કરંગીયા અને મહેશ રવજી મિસ્ત્રી નામના છ શખ્સોને રોનપોલીસનો જુગાર રમતા રૂૂ. 5,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડ તાલુકાના ચોખંડા ગામેથી સવા કરસન કરંગીયા, રામદે ઉર્ફે રઘુ નારણ ગોજીયા અને નાથા ચના ગોજીયા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા રૂૂપિયા 4,010 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દ્વારકામાં ગુરુકૃપા હોટલ પાસેથી નવઘણભા ગોદળભા બઠીયા અને ઇશ્વરદાસ ઘેલારામ દુધરેજીયાને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
દ્વારકામાંથી દેશી દારૂૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રજાક અલી સુંભણીયા નામના 44 વર્ષના મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ચલાવાતી દેશી દારૂૂની ભઠ્ઠી પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે રૂૂ. 40 હજારની કિંમતનો 200 લીટર દેશી દારૂૂ, ઉપરાંત દારૂૂ બનાવવા માટેનો આથો, ગેસના ચૂલા સહિતનો રૂૂ. 80,500 નો જુદો જુદો મુદ્દામાલ કબજે કરી, આરોપી રજાક સુંભણીયાની પ્રોહિ. એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
