કરણપરામાં શેરી નંબર 17 માં સંબંધીને ત્યાં ખબર કાઢવા પુત્રવધુ સાથે જઈ રહેલા મહિલાના હાથમાંથી રોકડ અને મોબાઈલ સાથેનું પર્સ ઝુંટવી અજાણ્યો બાઈક ચાલક ફરાર થઇ જતા ફરિયાદ નોંધવામાં આવી છે.આ મામલે આરોપીની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,પ્રહલાદ પ્લોટ શેરી નં- 38 ધ્વની એપાર્ટમેન્ટ ફલેટ નં.103એ રીટાબેન અતુલભાઇ સામાણી(ઉ.વ.54)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.11/06 ના રોજ સાંજના પોણા પાંચેક વાગ્યે હું તથા મારી પુત્રવધુ ધારાબેન એમ અમો બંન્ને જણાઓ અમારા સંબધી રશ્મીબેન કે જેઓ કરણપરા શેરી નં- 17 માં રહે છે.તેઓની ખબર કાઢવા માટે જતા હતા અને મારી પાસે બ્લેક કલર નું પર્સ હતુ. તે મારા જમણા હાથમાં પકડેલ હતુ. અને આ પર્સમાં રોકડ પાંચસો તથા એક મોબાઇલ જેની કી.આશરે રૂૂ 12000/-જેટલી ગણાય તે મારા પર્સમાં રાખેલ હતો.
ત્યારે હું તથા મારી પુત્રવધુ ધારાબેન એમ અમો બંન્ને જણાઓ કરણપરા શેરી નં-17 કરણપરા પોલીસ ચોકીથી આગળ આવતા ત્યારે એક અજાણ્યો મોટર સાઇકલ ચાલક કે જે કેનાલ રોડ તરફ થી મારમાર આવી અને તેનુ મોટર સાઇકલ એકદમ મારી નજીક લઈ આવેલ અને મારા જમણા હાથમાં રહેલ મારૂૂ પર્સની જોટ મારી તુરંત જ રાજશ્રી ટોકીઝ તરફ નાસી ગયેલ અને અને આ મોટર સાઇકલની નંબર પ્લેટ ન હતી અને ત્યાર બાદ હું તથા મારી પુત્રવધુ ધારાબેન એમ અમો બંન્ને જણાઓ ઓ ઘરે આવી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
