સ્વાગત કાર્યક્રમોમાં એક વર્ષથી પડતર કેસો ફરી ખોલવામાં આવશે: જિલ્લા કલેકટર

ફાઇલમાં અટવાયેલા પ્રશ્નોનો નિકાલ આવવાની આશા તાલુકા સ્વાગતની બેઠકો હવે ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ યોજવા સુચના રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લા અને તાલુકા…

ફાઇલમાં અટવાયેલા પ્રશ્નોનો નિકાલ આવવાની આશા

તાલુકા સ્વાગતની બેઠકો હવે ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ યોજવા સુચના

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમા છેલ્લા એક વર્ષથી પડતર રહેલા તમામ કેસો ફરીથી ખોલવામા આવશે. આ નિર્ણયથી અરજદારોના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો માર્ગ મોકળો થશે.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગતમાં અગાઉ રજૂ થયેલા તમામ પડતર કેસોને ફરીથી ખોલવામાં આવશે. આ કેસોના અરજદારોને રૂૂબરૂૂ સાંભળવામાં આવશે અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં એક-એક અરજદારનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમની પાસેથી માહિતી મેળવવામાં આવશે. જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થયું હોય, તો તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હવેથી તાલુકા સ્વાગતની બેઠકો અધિકારીઓની અધ્યક્ષતામાં જ યોજવા અંગે સૂચનાઓ અપાઈ છે. જેમાં કલેક્ટર, એડિશનલ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ તાલુકા કક્ષાની સ્વાગત બેઠકોમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *