ઘોઘાના હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પી.એસ.આઇ.ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધાયો

માનસિક ત્રાસ અને હેરાનગતિને કારણે પોલીસમેને આપઘાત કર્યો હતો ભાવનગર પોલીસબેડામાં ચકચાર જગાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ…

માનસિક ત્રાસ અને હેરાનગતિને કારણે પોલીસમેને આપઘાત કર્યો હતો

ભાવનગર પોલીસબેડામાં ચકચાર જગાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ મથકના જ PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે જેના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે PSI દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યું હતું.ગત 21 જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પરિવારના મતે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને ઘટનાના આઠ દિવસ બાદ અને પરિવારના સતત ન્યાયની માંગણી બાદ, તે જ પોલીસ મથક ના પી.એસ.આઇ. બી.કે. ગોસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરી ની સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર એ આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *