ખાનગી ટ્રસ્ટને સોંપ્યા બાદ નવીનીકરણના નામે લાઇબ્રેરીના દરવાજા બંધ કરી દેતાં રોષ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી નિલેશ પટેલ (વાસણા) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી સમક્ષ સરકારી નોકરી અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન-યુવતીઓએ સંપૂર્ણ વિગતો સાથે રજુઆત કરી હતી. જે અંગે લાયબ્રેરીના સંચાલકો સમક્ષ યુવક-યુવતીઓને સાથે રાખીને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલભાઈ ગાંધી એ મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ સમક્ષ ખાત્રી આપી હતી કે હાલમાં લાયબ્રેરીના સ્થળ પર જ વૈકલ્પીક મોટા શૈક્ષણિક ખંડમાં વ્યવસ્થા આપવામાં આવશે અને પીવાનું પાણી-ટોયલેટ સહિતની મુળભૂત સુવિધા માટે વ્યવસ્થા કરાશે તેવી બાંહેધરી ટ્રસ્ટ તરફથી અપાઈ હતી.
એ.આઈ.સી.સી.ના મંત્રી નિલેશભાઈ પટેલ (વાસણા) એ કોર્પોરેશનના અધિકારીઓને પણ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, લાયબ્રેરી એ જાહેર વ્યવસ્થા છે તેની વ્યવસ્થા છીનવાઈ તે વ્યાજબી નથી.અમદાવાદના વાસણા વિસ્તાર માં આવેલ ગચ્છાધારી આચાર્ય સુબોધ સાગર મહારાજ સાહેબ લાઇબ્રેરીમાં અચાનક સવારે શટર પાડી દેવામાં આવ્યા હતા ને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે અહીંયા રીનોવેશનનું કામ શરૂૂ કરવાનું હોવાથી થોડા સમય માટે બહાર બેસવું પડશે જો બહારની જગ્યામાં વાત કરવામાં આવે તો અહીંયા ખુલ્લામાં એ લોકો દ્વારા ડોમ બનાવવામાં આવ્યો છે જે ડોમ પરમેનેન્ટ લોખંડનો બનાવવામાં આવ્યો છે.
અને ત્યાં કોઈપણ જાતની સુવિધા કરવામાં આવી નથી અહીંયા વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને વાંચવું પડે અને મચ્છરોનો ત્રાસ પણ એટલો બધો અને મૂળભૂત સુવિધા તે શૌચાલય – બાથરૂૂમની જે વ્યવસ્થા અહીંયા વાંચનાલયમાં આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પૂરતી થતી નથી તો વિદ્યાર્થીઓ આજે સવારે વિરોધ કર્યો હતો. લાયબ્રેરી સંચાલન કરતા ટ્રસ્ટી મેહુલભાઈ ગાંધી અને શ્રેણીક શાહે દ્વારા વિદ્યાર્થીઓને બાહેધરી આપવામાં આવી છે. વાસણાના સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત રહી યુવાનો માટે લાયબ્રેરીની સુવિધા ચાલુ રહે તે અંગે ઘટતું કરવાની વાત કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓને એક જ માંગ છે કે અહીંયાથી ખસીશું નહીં. અમે અહીંયા જ બેસીશું અને જે રીનોવેશન કામ કરવું હોય એ તમે કરો.
