વડાપ્રધાનનું પોસ્ટર સળગાવી ફેસબુક પર લાઈવ કરનાર ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધાયો

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કરી કાર્યવાહી રાજકોટ શહેરમાં દશેરાના તહેવાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવીને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવા…

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કરી કાર્યવાહી

રાજકોટ શહેરમાં દશેરાના તહેવાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવીને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવા બદલ ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર આવેલા દક્ષિણ મામલતદાર ઓફિસની બાજુમાં જાહેર રોડ પર બની હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરમાં કોઈપણ વ્યક્તિનું પૂતળું અથવા આકૃતિ બાળવા પર પ્રતિબંધ હોવા છતાં આ કૃત્ય કરવામાં આવ્યું હતું.

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, 20 ઓક્ટોબર 2026ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યે આરોપીઓએ સાથે મળીને આ ગુનો આચર્યો હતો. પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક પર ‘ષશિીંબવફશ સજ્ઞયિંભવફ’ નામના આઈડી પરથી વડાપ્રધાનના ફોટા વાળું પોસ્ટર જાહેરમાં સળગાવવાનો વીડિયો લાઈવ અપ્લોડ થયેલો જોવા મળ્યો હતો. આ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટના સ્થળ નજીકથી જ ચારેય ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ વ્યક્તિઓ પોતાને સામાજિક આગેવાન ગણાવે છે.

પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્રભાઈ હેમેન્દ્રભાઈ કોટેચા (ઉ.વ. 47, રહે. ગીતાનગર), મગનભાઈ ગોલાપભાઈ ડરાણીયા (ઉ.વ. 63, રહે. દ્વારકાધીશ સોસાયટી), શક્તિસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ. 43, રહે. ગોકુલધામ ક્વાર્ટર) અને કમલેશભાઈ સુમનભાઈ પારેખ (ઉ.વ. 66, રહે. ગોકુલધામ ક્વાર્ટર) નો સમાવેશ થાય છે. આ ચારેય ઇસમોએ રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા ક્રમાંક એસબી/જાહેરનામુ/5057/2026 નો સરેઆમ ભંગ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223, 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખીમાણંદભાઈ મારુને સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીનું પોસ્ટર ગળે ટીંગાળી તેમાં મોદી દેશ દ્રોહી છે. જેવા પોસ્ટ લઇ અને બાદમાં તેમને સળગાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *