શરૂઆતની તેજી પછી સેન્સેક્સમાં ઊંચા મથાળેથી 1400, નિફ્ટીમાં 448 પોઇન્ટનો કડાકો

ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિવસની શરૂૂઆતમાં જોરદાર તેજી સાથે ખુલેલા બજારમાં અચાનક વેચવાલી શરૂૂ થતાં સ્થિતિ પલટાઈ ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ…

ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિવસની શરૂૂઆતમાં જોરદાર તેજી સાથે ખુલેલા બજારમાં અચાનક વેચવાલી શરૂૂ થતાં સ્થિતિ પલટાઈ ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ શરૂૂઆતની મિનિટોમાં 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બપોરે લગભગ 1:30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ દિવસની ઊંચી સપાટી ( (Day High))થી આશરે 1,400 પોઈન્ટ ગગડી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ)ના નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવારે સેન્સેક્સ અગાઉના બંધ સ્તર 73,852.90ની સરખામણીએ વધારા સાથે 74,337.93 પર ખુલ્યો હતો. શરૂૂઆતના જ કારોબારમાં ખરીદી વધતાં સેન્સેક્સ 74,682.19ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ તેજીથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

જોકે, થોડા જ સમયમાં બજારની દિશા બદલાઈ ગઈ હતી. ઊંચા સ્તરેથી વેચવાલી વધતાં સેન્સેક્સ સતત નીચે સરકવા લાગ્યો હતો. અહેવાલ લખાયો ત્યારે સેન્સેક્સ લગભગ 73,362ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ રીતે દિવસની ઊંચી સપાટીથી તેમાં આશરે 1,401 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ શરૂૂઆતની તેજી ટકી શકી નહોતી. અગાઉના બંધ સ્તર 22,888.95ની સરખામણીએ નિફ્ટી 23,016 પર ખુલ્યો હતો અને શરૂૂઆતમાં વધીને 23,120 સુધી પહોંચ્યો હતો.
પરંતુ ત્યારબાદ વેચવાલી વધતાં નિફ્ટી ઘટીને 22,672ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એટલે કે દિવસની ઊંચી સપાટીથી નિફ્ટીમાં આશરે 448 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં આવેલા આ અચાનક પલટાને કારણે રોકાણકારોનું ધ્યાન ફરીથી વૈશ્વિક પરિબળો અને બજારની દિશા તરફ ગયું હતું.
બજારમાં ઘટાડા દરમિયાન અનેક મોટા શેરો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અહેવાલ મુજબ, ઇટર્નલ (ઊયિંક્ષિફહ)ના શેરમાં 3.40 ટકા, બજાજ ફાઇનાન્સમાં 3.30 ટકા, ટ્રેન્ટમાં 2.88 ટકા અને મારુતિના શેરમાં 2.40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.’

આ ઉપરાંત એક્સિસ બેંક, એનટીપીસી, બજાજ ફિનસર્વ, બીઇએલ, ઇન્ડિગો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારમાં તમામ શેરોમાં ઘટાડો થયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *