વેરાવળમાં SMC પર હુમલો કરનાર 200 વિરૂધ્ધ ગુનો નોંધાયો

  વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC ) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલી રેડ દરમિયાન સર્જાયેલા હંગામાના કેસમાં હવે મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસને…

 

વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC ) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલી રેડ દરમિયાન સર્જાયેલા હંગામાના કેસમાં હવે મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા, પરંતુ કાર્યવાહી દરમિયાન અચાનક મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે રેડ દરમિયાન કુલ 34 જુગારીઓને ઝડપી પાડી તેમની સામે ગુજરાત પ્રોહિબિશન અને જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ અંદાજે ₹56,500નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.રેડ દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર 40 નામજોગ વ્યક્તિઓ સહિત અંદાજે 200 લોકોના ટોળા સામે પણ વેરાવળ સિટી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂૂકાવટ, સરકારી કર્મચારી પર હુમલો તેમજ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સામેલ અન્ય આરોપીઓને ઓળખી તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ઘટનાના લાઇવ વિડીયોમાં હવે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં SMC ની ટીમ પર ટોળું એકત્ર થતું, પોલીસને ઘેરવાનો પ્રયાસ કરાતો અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે PSI દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતું જોવા મળી રહ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટના ફરી ચર્ચાનો વિષય બની છે.

વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ જણાવ્યું હતું કે, SMC ની ટીમ કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂૂરી પગલાંરૂૂપે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પકડાયેલા જુગારીઓ તેમજ ભાગી ગયેલા આરોપીઓ
(1) ઇકબાલ જમાલભાઇ કાલવાત રહે. પ્રભાસ પાટણ, (2) વિરાભાઈ અમરાભાઇ ચોપડા ગામ સીડોકર, (3) જયંતિલાલ રેવાગીરી ગોસ્વામી રહે.કોડીનાર, (4) વિશાલ ઉર્ફે પાડો મહેશભાઇ ભુવા રહે.પ્રભાસ પાટણ (5) વીશાલ ધુસાભાઈ પરમાર રહે.વેરાવળ (6) મનુ ઉર્ફે મનુરાય કેશુભાઇ ચારીયા રહે.વેરાવળ, (7) કીશન રમેશભાઇ જેઠવા રહે.વેરાવળ, (8) કેશુ દાનાભાઇ ગાવડીયા રહે.વેરાવળ, (9) નરશી ઉર્ફે ભજીયુ ગોવીંદ ભાઈ પઢીયાર રહે.પ્રભાસ પાટણ (10) ગણેશ રામજીભાઈ ગાવડીયા રહે.વેરાવળ, (11) ઉમેશ કાનજીભાઈ ગાવડીયા રહે.વેરાવળ, (12) મુકેશ રાજુભાઈ ગોહેલ રહે.વેરાવળ, (13) આમદ ઇબ્રાહીમ ચોરવાડા રહે.સેમરવાવ (14) અલ્ફાજ યુસુફ રાઠોડ રહે.વેરાવળ (15) સરફરાજ જમાલભાઇ ગોહેલ રહે.માંગરોળ (16) યાસર મુસ્તાક વિરભાર રહે.વેરાવળ (17) અશ્ર્વીનગીરી રેવાગી રી ગૌસ્વામી કોડીનાર (18) તુલસી ભાણાભાઈ ધારેશા રહે.વેરાવળ (19) નીલેશ ઉર્ફે પોપીયો (20) હરેશ પોય (21) ભુરો વરલી મટકા વાળો (22) રવિ (23) સાબીર (24) ઉદય પંડીત (25) ઉદય વાજા (26) હીરેન પંડીત (27) પ્રથમ ગાવડીયા (28) હીત ચારીયા (29) ગીરીશ રામજીભાઇ ગાવડીયા (30) મકાન માલીક ભીખુભાઇ વાજા સહીત 35 તથા તપાસ દરમિયાન ખુલે તે પોલીસે જાહેર કર્યા છે. જુગારના પટમાંથી રોકડ રૂૂા.26500, મોબાઈલ નંગ 6 કીં.રૂૂા.30 હજાર સહિત કુલ રૂૂા.56500 પોલીસે કબજે કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *