પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ

શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…

શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં કોઈ પરપ્રાંતીય કર્મચારીને કામે રાખવામાં આવે તો તેની સૌ પ્રથમ જાણ નજીકના પોલીસ મથકમાં કરવાની રહેશે.પોલીસે સ્પેશીયલ ડ્રાઈવ યોજી મસાજ પાર્લર અને હોટેલોમાં તપાસ કરતાં આવા નોંધણી કર્યા વગરના અનેક કર્મચારીઓ મળી આવતા પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આવા 10 ગુના નોંધાયા છે.

જાણવા મળ્યા મુજબ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રાજેશકુમાર ચંદુલાલ હિન્ડોચાના સદગુરૂૂ ખમણ હાઉસમાં એ-ડિવીઝન પોલીસે તપાસ કરતા ત્યાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીની સીટીઝન પોર્ટલ કે સીટીઝન એપ પર નોંધણી નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કર્યો હોવાનું ખુલતાં ગુનો દાખલ કરાયો હતો. તેમજ સર્વેશ્વર ચોક યાજ્ઞિક રોડ પર આવેલા જય ભવાની વડા પાઉના માલિક અભય કિશોરભાઈ જોશીને તેને ત્યાં કામ કરતા કર્મચારીની સીટીઝન પોર્ટલ પર નોંધણી નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કર્યાનું ખુલતાં કાર્યવાહી થઇ હતી.
યાજ્ઞિક રોડે આવેલા બોમ્બે સ્ટાઈલ ભેળવાળાને ત્યાં એ-ડિવીઝન પોલીસે તપાસ કરતાં પરપ્રાંતિય કર્મચારીની નોંધ પોલીસને કરી ન હોઈ ગુનો દાખલ કરાયો હતો. તેમજ બસ સ્ટેશન પાછળના એલીગન્સ સ્પામાં થેરાપીસ્ટ તરીકે કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીની નોંધ ન કરાવાઇ હોઇ એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. ઉપરાંત કિશાનપરા ચોકમાં આવેલા ત્રિવેણી સંગમ કોમ્પ્લેક્ષમાં સ્પાના સંચાલક નીતિન કરશનભાઈ દેવળિયા સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.

આ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી આદેશ હોટલના સંચાલ દિનેશ વાલજીભાઈ મકવાણાએ મુસાફરો બાબતેની નોંધ પથિક સોફ્ટવેરમાં નહિ કરી જાહેરનામનો ભંગ કરતાં, યાજ્ઞિક રોડે આવેલા ઈમ્પીરીયા સ્પાના સંચાલક તેજસ રાવતભાઈ ડેર સામે પણ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેણે થેરાપીસ્ટ તરીકે નોકરી કરતી છોકરીઓનું રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવેલ નહોતી. સદરબજાર મેઈન રોડ પર વિનોદ બેકરી બિસ્મિલ્લાહ નોનવેજ રેસ્તોરેન્ટના સંચાલક હસનાની મહમદ અનવર જીકરભાઈએ પરપ્રાંતીય કર્મચારીને કામે રાખી તેનું સીટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહિ કરાવતાં ગુનો નોંધાયો હતો.

તેમજ સદર બજારમાં બાબજી ગ્રીન કિચન નોનવેજના સંચાલક જોહેર મકસુદભાઈ ભારમલે દુકાનમાં પરપ્રાંતીય માણસોને કામે રાખી નજીકના પોલીસ મથકમાં નોંધણી ન કરાવતાં કાર્યવાહી થઇ હતી. કોઠારિયા સાલવન્ટમાં નારાયણ નગરમાં રહેતા મૌલિકભાઈ વિજયભાઈ પંડ્યાએ મકાન ભાડે આપી તેની નજીકના પોલીસ મથકમાં નોંધણી નહી કરાવતાં ગુનો દાખલ કરાયો હતો. આમ પોલીસ કમિશનરના જાહેરનામાના દસ ગુના દાખલ કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *