બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયેલ છે.
ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પાલક પિતાની સાવકા પુત્રે કરી હતી હત્યા. મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ મનજીભાઈ પટોળીયા ની વાડીએ મજૂરી કામ કરતા રમણ વાલકા કટારા મૂળ ગામ સુખપર તાલુકો ફતેપુરા અને તેની પત્ની સીતા મજૂરી કામ કરતા હતા તેમની સાથે સીતાના આગલા ઘરનો દીકરો પણ સાથે કામ કરતો હતો ગુરુવારે રાત્રિના 9:30 કલાકની આસપાસ રમણ અને તેની પત્ની સીતા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો.
અને બોલાચારી થતી હતી જેથી આ માથાકૂટ દરમિયાન સુરેશ મસાર વચ્ચે પડતા ઝઘડો વધુ તીવ્ર બન્યો હતો સુરેશ મસાની બેન વચ્ચે પડતા તેને પણ હાથના ભાગમાં ઇજાઓ થયેલ છે અચાનક જ છગડાએ મોટુ સ્વરૂૂપ ધારણ કરતા સુરેશ મચ્છારે લાકડાના ફટકા મારી અને સિમેન્ટનો ચૂલો માથામાં ફટકારી દેતા રમણનો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની સીતા ને પણ બીજાઓ પહોંચતા સીતાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આરોપી સુરેશ મસારની માતાની તપાસ ચાલુ હોય તેના લીધે તેની સંડવણી છે કે આ બાબતે વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ ગીડા ચલાવી રહ્યા છેે.
