ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂૂની 3390 બોટલ સહિત રૂૂ. 14.30 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં એક આરોપી કાર મુકી ફરાર થઇ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડા પ્રમેસુખ ડેલુની સૂચનાને લઈને ડીવાયએસપી જે.ડી. પુરોહિત અને ઈન્ચાર્જ પીઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પી.પી. ખુટી, હીતુભા ઝાલા, અશોકસિંહ પરમાર સહિતની ટીમે ધૃમઠ ગામના બોર્ડ અને દૂદાપુર ગામ વચ્ચે આવેલા ખારા પાસેથી શંકાસ્પદ ઇનોવા કારને રોકી હતી.
કારચાલક કાર મૂકી અંધારામાં ભાગી ગયો હતો. પોલીસ દ્વારા કારની તપાસ દરમિયાન રાજસ્થાનમાં વેચાણ માટે બનાવાયેલી વિદેશી દારૂૂની નાની બોટલ, ચપલા કુલ 3,390 બોટલ મળી આવી હતી.
જપ્ત કરાયેલા વિદેશી દારૂૂની અંદાજે કિંમત રૂૂ. 4,30,400 આંકવામાં આવી હતી. દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા કારની કિંમત રૂૂ.10 લાખ અંદાજવામાં આવી છે. આમ પોલીસે કુલ રૂૂ.14,30,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ત્યારે કારની ચેસીસ નંબર પરથી કાર માલીકને ગોતી આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
