ચોટીલા-રાજકોટ હાઈવે પર ચોટીલામાં આપાગીગાના ઓટલા પાસે ઓડી કારની અડફેટે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-દીકરીનાં કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અકસ્માતમાં એક પુરુષને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવાર પ્રસાદ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન આપાગીગાના ઓટલા પાસે ઓડી કાર નં. જીજે 3 એલબી-2009નીઅડફેટે આવતા આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં (1) અર્ચનાબેન અશ્વીનકુમાર જોષી ઉ.વ આશરે 48 તથા (2) નયનાબેન વસંતકુમાર દીક્ષીત ઉ.વ આશરે 70 ના કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે પરિવારના વિકાસ કુમાર વસંતલાલ દીક્ષીત રહે. તમામ ખેડબ્રહ્મા જીલ્લો સાબરકાંઠાને ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. અકસ્મિક ઘટનાને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને વાહનોની અવરજવર ખોરવાતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માતનો ભોગ બનનાર પરિવાર ખેડબ્રહ્માનો છે નો જેઓ કુવાડવા કોલેજ ખાતે અભ્યાસ કરતા સભ્યની ડીગ્રી લેવા આવેલ પરત આપા ગીગા ના ઓટલાની રોડ પર સામેની સાઇડ કાર પાર્ક કરી પ્રસાદ લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે અરસામાં પુરપાટ આવતી ઓડી કારે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
કારની ઝડપ અને અકસ્માત ની ગંભીરતા રોડ ઉપર જોવા મળેલ હતી ભોગ બનનાર મહિલાનો આખો પગ કટ થઈ છુટ્ટો પડી અલગ ફંગોયાળેલ હાઈવે ઉપર પડેલ જોવા મળેલ હતો અકસ્માત સર્જનાર ઓડી લોધીકાની પુરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જનાર કાર નંબર ઉપર થી રામજીભાઈ જેઠાભાઈ પાદરીયા ભરવાડ શેરી લોધીકા, તા.લોધીકા જિ.રાજકોટ હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સલામતીના પ્રશ્નો સામે ગંભીર ચિંતા ઊભી કરી છે.
ચોટીલા-રાજકોટ હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે વારંવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. આ સ્થળે અગાઉ પણ અનેક અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે આ વિસ્તાર જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વારંવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાથી અકસ્માતો અટકાવવા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂૂરિયાત ઊભી થઈ છે.
