રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ, ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડીયાના સુપરવિઝનમાં કોટડાસાંગાણી પોલીસે દારૂૂ-જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે.
કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર. ગોહિલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન, કોટડાસાંગાણીથી ભાડવા ગામ તરફ જતા રસ્તા પર એક શંકાસ્પદ ફોરવ્હીલ ગાડી જોવા મળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલક ગાડી ઉભી રાખવાને બદલે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે તપાસ કરતા સફેદ કલરની હ્યુન્ડાઈ એક્સટર ગાડી (નંબર GJ-03-PM-5755) માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂૂનો જથ્થો અને ગાડી મળી કુલ રૂૂ. 6,92,552/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની કુલ 264 બોટલ (કિંમત રૂૂ. 1,92,552 તેમજ હ્યુન્ડાઈ એક્સટર (કિંમત રૂૂ. 5,00,000 મળી કુલ રૂૂ. 6,92,552નો મુદામાલ કબજે કર્યો હતો.
આ સફળ કામગીરીમાં કોટડાસાંગાણી ઈં/ઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર. ગોહિલ, કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર, પ્રવીણભાઈ મકવાણા તથા કોન્સ્ટેબલ રેનીશભાઈ શ્યારા અને કમલેશભાઈ ગોંડલિયાએ કામગીરી કરી હતી.
